________________
કેવળી પ્રભુનો સાથ
તેની વાણી વિનયયુક્ત, તીક્ષ્ણ (exact), કરુણાસભર અને સ્વપકલ્યાણકારી થાય છે. આ વાણીના ભાવ તે જીવ પ્રાર્થના દ્વારા વધારે શુધ્ધ કરતો હોય છે. ઉદા.ત. “હ કલ્યાણપિંડ વીતરાગ પ્રભુ! આપની કૃપાના દોરથી મારી વાણીને એવી બનાવો કે જેથી અનેક જીવો કલ્યાણના માર્ગમાં પ્રવર્તવાની પોતાની ભાવનાને દઢ કરે અને મને મારી પૂર્વની ભૂલોની ક્ષમાયાચના કરવાનો સુઅવસર પ્રાપ્ત થાય.”
આ માર્ગે ચાલી જીવ સ્વરૂપના ગુણનો સકામ આશ્રવ કરે છે. આ કામ આશ્રવ જ એની સ્પૃહા બને છે, એટલે કે એ તેનું કારણ (cause) થાય છે, અને કર્મનાં સંવર તથા નિર્જરા એ મહાસંવર માર્ગ દ્વારા તેનું કાર્ય કે પરિણામ (effect) થાય છે. આમ તે મહાસંવરના માર્ગ માટે પણ નિસ્પૃહ થતો જાય છે, તે નિસ્પૃહતાના પ્રભાવથી જીવ શાતા તેમજ અશાતાનો સમાન ઉગ્રતાથી ક્ષય કરી શકે છે. જે જીવ કર્મનાં સ્થિતિ તથા જથ્થા માટે નિસ્પૃહ હોય છે, તે જીવ એની ઉત્કૃષ્ટતા અનુભવતી વખતે પણ આજ્ઞાધીન જ રહે છે; અને પોતાના માનકષાયનો નિરોધ કરતાં કરતાં ક્ષય કરતો જાય છે. આ કર્મક્ષયથી ઉપજતા માનભાવને તે જીવ જ્યારે સ્વભાવગુણના લોભથી ક્ષય કરે છે ત્યારે તે પહેલીવાર કેવળીભોગ્ય શતાવેદનીયને કેવળી સમુદ્ધાતનાં કલ્યાણનાં પરમાણુમાં પરિણમાવે છે. કલ્યાણનાં આવાં પરમાણુઓની સંખ્યા જેટલી વધારે થાય તેટલા વિશેષ કાળ માટે તે આત્મા કેવળીપર્યાયમાં યોગના જોડાણથી છૂટો રહી શકે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતી વખતે જીવને યોગ સાથેનું જોડાણ જેટલી મંદતાથી થાય અર્થાત્ જોડાણની તીવ્રતા જેટલી ઓછી હોય તેટલા પ્રમાણમાં તે જીવ કર્મનાં બંધનનાં બીજાં કારણોથી છૂટતો જાય છે. આમ થવાથી તે જીવ પોતાનાં જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ વિશાળતાથી કરી શકે છે, તેની સાથે સાથે તે અંતરાય કર્મને પ્રદેશોદય દ્વારા ભોગવીને ક્ષીણ કરતો જાય છે. તે ભાવ કરે છે કે,
“મહાસંવર માર્ગના પ્રણેતા શ્રી અરિહંત પ્રભુને, મને આ ભવ્ય માર્ગની જાણકારી કરાવી તેના માટે પરમ આભારભાવથી વંદન કરું છું. આ
૧૬૨