________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
૨૩. સિદ્ધભૂમિ પ્રતિનું એક સમયમાં ગમન ૨૪. સિદ્ધભુમિમાં ચૈતન્યઘન સ્થિતિ ૨૫. સિદ્ધભુમિમાં અક્ષય સ્થિતિ સિદ્ધભૂમિમાં સર્વ સિદ્ધાત્માઓ ભાવરહિત અને પૂર્ણ સ્વરૂપમાં નિમગ્ન છે. શુદ્ધાત્માને – સિદ્ધાત્માને આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપમાં આરૂઢ રહેવા માટે ધર્મના સમાન પાયાની જરૂરિયાત છે. જો તેમની વચ્ચે સમાન પાયો (common foundation) ન હોય તો સર્વ સિદ્ધપ્રભુની આજ્ઞા જુદી જુદી હોય, કારણ કે એ સર્વ આત્માનાં સિદ્ધ થતાં પહેલાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ જુદાં જુદાં હતાં. વળી, સિદ્ધભૂમિમાં આવ્યા પછી એમને ભાવ તો નથી, તો આ વિભિન્ન સમવાય હોવા અને આજ્ઞાનું એકરૂપપણું હોવું એ કોઈ અપૂર્વ રહસ્યનું જ પરિણામ હોવું જોઈએ. એ રહસ્ય આપણને શ્રી પ્રભુ ગુરુ અરિહંતની કૃપાના આધારે સ્પષ્ટ જણાય છે.
લોકના પ્રદેશો સિદ્ધભૂમિમાં પણ રહેલા છે. એ પ્રદેશોમાં શ્રી અરિહંત પ્રભુનો સનાતન અને સર્વોત્કૃષ્ટ ધર્મ સિંચાયેલો છે. કેવળી સમુદુઘાત વખતે, શ્રી કેવળ પ્રભુના સાથથી એ ધર્મનાં બીજ આજ્ઞારૂપી ધર્મ અને તપમાં પરિણમે છે. સિદ્ધાંત પ્રમાણે કેવળી સમુદ્યાત વખતે કેવળી પ્રભુના આઠે રુચક પ્રદેશો સિદ્ધભૂમિમાં જાય છે, આ પ્રદેશો અને સિદ્ધપ્રભુના સર્વ પ્રદેશો સમાન છે. પણ સમુદ્ધાત કરતી વખતના આત્માના અન્ય પ્રદેશો હજુ સંપૂર્ણ શુધ્ધ થયા હોતા નથી, એટલે એ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની (શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યા પછી શુધ્ધ થયા હોય છે તેની) ફૂરણાથી એ ધર્મરૂપી બીજને આજ્ઞારૂપી ધર્મ અને તપ સ્વરૂપે ફૂરાવે છે. આ સ્કૂરણાને તે પોતાના આઠ રુચક પ્રદેશ અને આઠ કેવળીગમ્ય પ્રદેશોમાં સિંચિત કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે આ સોળે પ્રદેશોની શુદ્ધતા શ્રી તીર્થકર પ્રભુની સહાયથી કે એમની આજ્ઞાથી થયેલી હોય છે. એટલે એ પ્રદેશોમાં કેવળ પ્રભુને સ્વછંદ આવવાની કોઈ સંભાવના રહેતી નથી. આ કાર્ય કરી, કેવળીપ્રભુનો આત્મા કેવળી સમુદ્રઘાત કરી, યોગ સંધી સિદ્ધ થાય છે.
૧૬૭