________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આ પ્રકારે શ્રી સિદ્ધપ્રભુ આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ સમયની સીમાથી પર બની અબાધિતપણે પાળે છે, જેના થકી તેઓ કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ સુખ અને પૂર્ણ યથાખ્યાત ચારિત્રને માણે છે. કદાચિત સવાલ ઊઠે કે શ્રી સિદ્ધપ્રભુ સતત આજ્ઞામાં રહેવા માટે કોની આજ્ઞા લે છે? તેઓ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની જ આજ્ઞા સ્વીકારે છે; કારણ કે તેઓએ છદ્મસ્થપણે અને કેવળીપર્યાયમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની જ આજ્ઞા પાળી હતી. પરિણામે જ્યાં યોગ નથી તેવી સિદ્ધગતિમાં તેઓ જેની આજ્ઞા છેલ્લે પાળી હોય તેની જ આજ્ઞા પાળતા રહે છે. આ આજ્ઞા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની હોવાથી શ્રી સિદ્ધપ્રભુ તેમનું ઋણ સ્વીકારે છે. આ ૠણથી તેઓ કેવી રીતે મુક્ત થાય છે?
શ્રી પ્રભુની અસીમ કૃપાથી સમજાય છે કે, કેવળી સમુદ્દાત વખતે સર્વ સિદ્ધ થતા પ્રભુ પોતાનાં શેષ કર્મોનાં ૫૨માણુઓ જગતમાં છોડતા જાય છે તેમાં મુખ્યતાએ તો કલ્યાણનાં જ પરમાણુઓ હોય છે. જ્યારે કોઈ પણ કેવળીપ્રભુ કેવળી સમુદ્દાત કરે છે ત્યારે તેઓ પહેલાં લગભગ સિદ્ધનાં જ પરમાણુઓ ખેંચે છે, કેમકે કેવળી સમુદ્દાતનો અનુભવ માત્ર સિધ્ધનાં જ પરમાણુઓમાં રહેલો છે. આ પરમાણુઓને આકર્ષી કેવળીપ્રભુ સમુદ્દાત કરે છે. એ વખતે દુર્ભાગ્યવશાત્ ત્રસનાડીની બહાર ફેંકાયેલા અનેક એકેંદ્રિય જીવો ત્રસનાડીમાં પુનઃપ્રવેશ પામે છે, અને એ કેવળીપ્રભુ સિદ્ધ થાય છે ત્યારે તેમનાં નિમિત્તે એક જીવ નિત્યનિગોદમાંથી નીકળી ઇતરનિગોદમાં પ્રવેશે છે. આ પ્રક્રિયા ઝીણવટથી સમજાતાં સાબિત થાય છે કે જે અન્ય કોઈ ઉપાયથી સિધ્ધ થતું નથી, તે ધર્મથી સિધ્ધ થઈ શકે છે. આ બતાવે છે કે સિદ્ધ થતી વખતે જગતજીવો પર ચડાવેલું ઋણ અન્ય જીવ જ્યારે આત્મસ્વરૂપે સિદ્ધ થાય છે ત્યારે સિદ્ધપ્રભુને આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનાં પાલનમાં રહેવાનો રસ આપી ઊતારે છે, અને તેની પાછળના જીવો માટે ૠણ ચડાવે છે. આ પ્રક્રિયાથી ધર્મનું સર્વોત્તમ મંગલપણું તથા સનાતનપણું અનુભવાય છે.
શ્રી તીર્થંકર પ્રભુના આત્માથી એક વિશેષ પ્રક્રિયા થાય છે. શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તે જ્યારે નિત્યનિગોદના જીવોના આત્મપ્રદેશ નિરાવરણ થાય છે
૧૯૯