________________
કેવળી પ્રભુનો સાથ
વડે બાદ૨ વચનયોગ રુંધે છે. પછી સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગ રુંધે છે, તેનાથી સૂક્ષ્મ મનોયોગ રુંધાય છે અને પછી તે વડે જ સૂક્ષ્મ વાક્યોગ રુંધે છે, પછીથી સૂક્ષ્મ કાયયોગ રુંધાતો થકો સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું શુક્લધ્યાન તેઓ ધ્યાવે છે. તેના સામર્થ્યથી દેહનો ત્રીજો ભાગ સંકોચીને તાવત્ પ્રદેશી થાય છે. તે ધ્યાને વર્ત સ્થિતિઘાતાદિકે કરીને આયુ વિનાના ત્રણ કર્મ સયોગી કેવળીના ચરમ સમય લગી તેઓ અપવર્તે છે. ચરમ સમયે તેમનાં સર્વ કર્મ અયોગી અવસ્થાની સ્થિતિ સમાન સ્થિતિનાં થાય. અને જે કર્મનો અયોગી અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ એક સમય ઊણી કરે. તે પછી કર્મની ઉદય ઉદીણા ટાળી પછીના સમયે તેઓ અયોગી કેવળી થાય છે.
અયોગી કેવળી રહેવાનો કાળ માત્ર પાંચ સ્વસ્વર (અ,ઇ,ઉ, ૠ,લૂ) અક્ષર ઉચ્ચાર પ્રમાણ અંતર્મુહૂર્ત છે. તેઓ તે અયોગી સ્થાનવર્તી સૂક્ષ્મક્રિયા ધ્યાને પૂર્ણ કરી વ્યુપરતક્રિયા નામે ચોથું શુક્લધ્યાન ધ્યાવે છે. તેઓ સ્થિતિઘાતરહિત ઉદયવંત કર્મને સ્થિતિ ક્ષયે કરી, અનુભવી ક્ષય કરે, અને અનુદયવંત કર્મને વૈદ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવી, વૈદ્યમાન પ્રકૃતિપણે વેદી અયોગી અવસ્થાના વિચરમ સમય સુધી જાય. છેલ્લા સમયે બાકી રહેલાં સર્વ કર્મ વેદી રત્નત્રયના સારભૂત મોક્ષસુખને મેળવે છે.
અહો ! શ્રી જિનમાર્ગની અપૂર્વતા અને કલ્યાણભાવ તો જુઓ ! જે માર્ગનું યથાર્થ જ્ઞાન અને કલ્યાણ, શ્રી તીર્થંકર પ્રભુને પણ યોગ રુંધાયા પછી જ એટલે કે કેવળી સમુદ્દાત કર્યા પછી જ વેદાય છે, અર્થાત્ અતિશુધ્ધ તેમજ લગભગ પૂર્ણ આજ્ઞારૂપી ધર્મ અને તપનું પાલન કર્યા પછી જ ઉત્પન્ન થાય છે. એ યથાર્થજ્ઞાન લોકના પ્રદેશના અણુએ અણુમાં વ્યાપી રહેલ છે. આ જ્ઞાનની અપૂર્વતા કેવી છે કે આટલી શુદ્ધિ પામ્યા પછી પણ તે જ્ઞાન લોકની અશુચિમય જગ્યામાં પણ પરમ વીતરાગરૂપે અનંતકાળ સુધી રહે છે! અને લોકની સૌથી વિશેષ પવિત્ર જગ્યામાં પણ પરમ વીતરાગરૂપે સનાતન સ્વરૂપે રહે છે. લોકની સૌથી વિશેષ અશુચિમય જગ્યા એટલે નિત્યનિગોદ અને સૌથી પવિત્ર જગ્યા એટલે સિદ્ધભૂમિ આવી પરસ્પર વિરોધી જગ્યામાં આ મંગલમય ધર્મ રહેલો છે, અને તેની જરૂરિયાત પણ એટલી જ છે.
૧૬૬