________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ કર્મોની સ્થિતિ સમકાળની કરી નાખે છે. અને તેમ કરવામાં માત્ર આઠ સમય જેટલા જ કાળનો ઉપયોગ તેઓ કરે છે. તેઓ ઉત્કૃષ્ટતાએ આજ્ઞાધીન બની, પહેલા ચાર સમયમાં પોતાના આત્મપ્રદેશોને સિદ્ધભૂમિથી લઈ નિત્યનિગોદ સુધીના લોકમાં ફેલાવે છે, એ વખતે મહાસંવરના માર્ગને ઉત્તમોત્તમતાથી આરાધી સર્વ વધારાનાં કર્મોને ત્વરાથી ભોગવી ખંખેરી નાખે છે, એ બાકીના ચાર સમયમાં તેઓ આત્માને સંકોરી સ્વશ૨ી૨માં સમાઈ જાય છે. આ પ્રક્રિયા કરવાથી જગતજીવોને થતા લાભ આપણે પૂર્વે જાણ્યા છે. શ્રી પ્રભુ કેવળી સમુદ્દાત કરે છે તે વખતની પ્રક્રિયા સામાન્યપણે આ રીતે શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે.
શ્રી કેવળીપ્રભુને વેદનીય આદિ ચાર અઘાતીકર્મની સ્થિતિ જ્યારે ઓછીઅધિકી એટલે કે તરતમતાવાળી હોય છે, ત્યારે તે સર્વને સમ કરવા માટે શ્રી પ્રભુ ‘કેવળી સમુદ્દાત' કરે છે. આ સમુદ્દાત આઠ સમયનો હોય છે. જ્યારે શ્રી પ્રભુનું આયુષ્ય અંતર્મુહૂર્ત કાળનું બાકી રહે છે ત્યારે જ પ્રભુ સમુદ્દાત કરે છે.
તેઓ સમુદ્દાતના પહેલા સમયે આત્મપ્રદેશનો અધઃઉર્ધ્વ લોકાંત લગે દંડ કરે છે, બીજા સમયે પૂર્વાપર લોકાંત લગે કપાટ કરે છે, ત્રીજા સમયે દક્ષિણોત્તર લોકાંત લગે આત્મપ્રદેશોને વિસ્તારીને મંથાનરૂપ કરે છે, ચોથા સમયે વચ્ચેનું અંતર પૂરીને તેઓ સમગ્ર લોકવ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરા સંહરે છે, છઠ્ઠા સમયે મંથાન સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે અને આઠમા સમયે દંડ પણ સંહરીને તેઓ શરીરસ્થ થાય છે.
અને તે પછી તેઓ ચૌદમા ગુણસ્થાને જવાની તૈયારી કરે છે. જ્યારે શ્રી કેવળી ભગવાન તેરમાથી ચૌદમા ગુણસ્થાને આવવાના હોય છે ત્યારે અમુક સમય પહેલાં તેઓ મિથ્યાત્વ અને યોગ વચ્ચેનું અનુસંધાન તોડે છે, પછી તેઓ અવિરતી અને યોગ વચ્ચેનું જોડાણ છોડે છે; તે પછી પ્રમાદ અને યોગનો વારો આવે છે, અને છેવટે કષાય તથા યોગનો નાતો નીકળી જાય છે. છેવટમાં તેઓ મનોયોગ, વચનયોગ, અને કાયયોગ રુંધે છે. આ યોગનિરોધની શરૂઆત પ્રભુ આયુષ્યનો અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે કરે છે. ત્યાં પ્રથમ બાદર કાયયોગે કરી બાદ મનોયોગ રુંધે છે, પછી તે
૧૬૫