________________
કેવળી પ્રભુનો સાથ
કલ્યાણભાવનું ઉત્કૃષ્ટપણું આવે છે ત્યારે તે પોતાનાથી નબળા તેમજ સબળા સહુ કોઈ માટે કોઈ પણ અવસ્થાએ કલ્યાણભાવ વેદી શકે છે.
આ પરથી સ્પષ્ટ થાય છે કે મહાસંવરના માર્ગની સિદ્ધિ માટે પ્રત્યક્ષ સાથ, પરોક્ષ સાથ અને કલ્યાણભાવના વેદનની અનિવાર્યતા છે, અને તેનું મૂળ આજ્ઞારાધનનાં પાલનમાં રહેલું છે. તેથી આપણે કહી શકીએ કે મહાસંવરનો માર્ગ એ આજ્ઞામાર્ગ ઉપર આધારિત છે. પૂર્ણ આશા એ મહાસંવર માટે સેતુ છે, તેમજ મહાસંવર માર્ગ મોક્ષસિદ્ધિ અને સાદિઅનંત સિદ્ધત્વનું કારણ છે.
આ પ્રકારે મહાસંવરના માર્ગને સમજી, આરાધી, અનુભવી, જીવ શ્રેણિની તૈયારી કરે છે. તે ધર્મધ્યાન અને શુકુલધ્યાનમાં આજ્ઞાપૂર્વક વર્તી પોતાનાં ઘાતકર્મોનો ક્ષય કરતો જાય છે, અને યોગ્ય સમય આવતાં ક્ષપકશ્રેણિની શરૂઆત કરે છે.
૧૯. ક્ષપક શ્રેણિએ ચડતાં આપણે ઉપર જોયું તે પ્રમાણે જીવ કાળે કાળે મહાસંવરના માર્ગનું આરાધન કરતાં કરતાં પોતાની આત્મિક શુદ્ધિ અને સિદ્ધિ વધારતો જાય છે અને ક્ષપક શ્રેણિએ ચડવાની તૈયારી કરતો જાય છે. તેની સાથે સાથે તે પ્રાર્થના, ક્ષમાપના અને સ્મરણની સહાયથી તે શ્રેણિની તૈયારી સુધી પહોંચ્યો તેની સૂક્ષ્મતાએ સમજણ લઈ, શ્રેણિમાં તેનો ઉપયોગ કરી, મહાસંવરના માર્ગને યથાર્થતાએ આરાધી, આઠમાથી બારમાં ગુણસ્થાનને વટાવી, તેરમાં ગુણસ્થાને આવી, ‘સયોગી કેવળી સ્વરૂપે બિરાજે છે.
અગાઉ આપણે જોયું હતું તે પ્રમાણે મોક્ષસિદ્ધિને માણવા માટે, શ્રી કેવળીપ્રભુના સાથને સાર્થક કરવાની પ્રક્રિયારૂપ આજ્ઞારૂપી મહાસાગરમાં સંવર તથા નિર્જરા એ બે પ્રવાહો છે. મોટાભાગના જીવો આ સંવર તથા નિર્જરાના પ્રવાહને વારાફરતી પોતાની કક્ષાના સામર્થ્યથી અનુભવે છે, કેમકે આ બંને પ્રવાહોમાં આત્માને પોતાનું વીર્ય તથા સામર્થ્ય એ પ્રક્રિયામાં કેંદ્રિત કરવું પડે છે, તે પછીથી જ તેને સિદ્ધિ મળે છે. પરંતુ વારાફરતી લક્ષ કેંદ્રિત કરવામાં વચ્ચે જે ગાળો રહે છે તેમાં પ્રમાદ ઘૂસી જઈ જીવને
૧પ૦