________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ભાવિ તીર્થકરની પ્રેરણાથી એ જીવના આત્મપ્રદેશપરથી એ જ આકૃતિના કલ્યાણનાં પરમાણુઓ એ જ સમયે બહાર નીકળે છે. એક અપેક્ષાએ આ મહાસંવરમાર્ગની પૂર્ણ પ્રક્રિયા ગણી શકાય. એકબાજુથી જ્ઞાનદર્શનનો આશ્રવ થવો અને બીજી બાજુથી એ જ સમયે કલ્યાણનાં પરમાણુઓની નિર્જરા થવી. કલ્યાણનાં આ પરમાણુઓની એ વિશેષતા છે કે એ પરમાણુઓ અન્ય ઉચ્ચ આત્માની પ્રેરણાથી ઘડાયા હોય છે. એટલે
જ્યાં જયાં તે અન્ય ઉચ્ચ આત્મા રહે છે ત્યાં ત્યાં કલ્યાણનાં આ પરમાણુઓ પણ રહે છે; અને એ આત્માને આત્મિક – શુદ્ધિ કરવા પ્રતિ ખેંચે છે. આ પરમાણુઓની સહાયને લીધે એ બીજા આત્માની પરમાર્થિક સિદ્ધિ વિશેષ શુદ્ધ હોય છે. ઉદા. બીજો જીવ જ્યારે ક્ષયોપશમ સમકિત લે ત્યારે તેના નીચેના મિથ્યાત્વના થરમાં ચારિત્રમોહ તથા દર્શનમોહનાં કણો છૂટા થઈ ગયા હોય છે અને તેને ૯૯% સુધી પણ મિથ્યાત્વનો ક્ષય થઈ શકે છે. બીજા જીવને જ્યારે સમકિત થાય છે ત્યારે તેને લગતા પહેલા આત્માનુબંધીનાં કલ્યાણનાં પરમાણુઓનો વિસ્ફોટ થાય છે. અને તે અન્ય પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાં ભળી જાય છે. આ પ્રમાણે બીજા જીવની પ્રત્યેક પરમાર્થિક સિદ્ધિ વખતે પહેલા જીવનાં અમુક કલ્યાણનાં પરમાણુઓનો વિસ્ફોટ થાય જ છે, અને અન્ય પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાં તે ભળી જાય છે.
આત્માનુબંધી યોગવાળો બીજો જીવ જ્યારે તીર્થંકર નામકર્મ બાંધે છે ત્યારે તે ગુપ્ત પ્રક્રિયા ફરીથી થાય છે. તેનાં કલ્યાણનો સ્કંધ જ્યારે બહાર નીકળે છે ત્યારે એ સ્કંધ પહેલા તીર્થંકર પાસે જાય છે, અને પૂર્વના ઋણથી મુક્ત થવા માટે એ કલ્યાણનાં પરમાણુઓને પહેલા ભાવિ તીર્થકર અરિહંતપણે ગ્રહણ કરે છે. ત્યાં તે વિસ્ફોટ પામી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓમાં ભળી જાય છે. આ પ્રક્રિયાથી બીજા જીવને એ લાભ થાય છે કે એને એના પુરુષાર્થ માટે પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી માત્ર શ્રી અરિહંતનો આજ્ઞારસ મળે છે (તેઓ ધ્યાનમાં હોય ત્યારે જ). વળી, જો એ જીવને અંતરવૃત્તિસ્પર્શ, નિશ્ચયથી વ્યવહાર સમકિત અને કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિ એક જ તીર્થંકરથી થઈ હોય અને જો એ તીર્થકર પ્રભુ સિદ્ધ થયા ન હોય તો એ જીવને આ પહેલા આત્માની સાથે આ તીર્થંકર પ્રભુનો
૧૪૫.