________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
વંદન કરાયા છે. આપણે સહુ વ્યવહારથી સમજીએ છીએ કે જ્યારે આપણે કોઈ મહાન વ્યક્તિને વંદન કરીએ છીએ ત્યારે એ વ્યક્તિ આશીર્વાદરૂપ સિદ્ધિ આપણને આપે છે. એ જ પ્રમાણે જ્યારે આપણે શ્રી સિદ્ધપ્રભુને ભાવપૂર્વક વંદન કરીએ છીએ ત્યારે, તેઓ આપણને સમયે સમયે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને પાળવા માટેના મહાસંવર માર્ગનાં ભેદરહસ્યો, તેમણે તેમના કેવળી સમુદ્યાત વખતે છોડેલા કલ્યાણનાં પરમાણુઓને કાર્યકારી બનાવી, આશીર્વાદરૂપે માર્ગનું માર્ગદર્શન, સાથ અને રક્ષણ આપે છે.
શ્રી સિધ્ધપ્રભુનાં આ કલ્યાણનાં પરમાણુઓ પરમ વીતરાગતાથી ભરેલાં હોય છે, અને અયોગી કેવળીની અવસ્થાએ જન્મ પામેલાં હોય છે. તેથી આવા મહાશુદ્ધ પરમાણુઓને લોક માટે યોગ્ય રીતે કાર્યકારી બનાવવા માટે એવા આત્માની આવશ્યકતા છે કે જે આત્માએ લોકના સર્વ જીવોનું કલ્યાણ યોગ્ય રીતે ઇચ્છયું હોય, તેની સાથે સાથે એ કર્મ એમને એવા કાળે ભોગવવાનું હોય કે જ્યારે એમનામાં એ પરમાણુઓને જાણવાની તથા જોવાની અને ઓળખવાની શક્તિ સિદ્ધપ્રભુ જેવી જ પ્રાપ્ત થઈ હોય. આવું અપૂર્વ કાર્ય કરવાનું વીર્ય વિરલ આત્મા શ્રી અરિહંત પ્રભુ પાસે છે, એવું કર્મ પણ તેમની પાસે છે. એટલું જ નહિ પણ તેમને એ બંને એક સાથે પ્રવર્તતાં હોય છે. માટે શ્રી અરિહંતપ્રભુ એમના પૂર્વે કરેલા લોકકલ્યાણના ભાવરૂપ તીર્થકર નામકર્મને યથાર્થતાએ ભોગવવા માટે, તેઓ જ્યારે એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે તેઓ સિદ્ધપ્રભુનાં પરમાણુઓને એકત્ર કરી, તેમાં પાંચ સમવાય અનુસાર રૂપાંતર કરી એમને જગત જીવો સમક્ષ જીવિત કરે છે. આમ શ્રી સિદ્ધપ્રભુનાં લોકકલ્યાણનાં પરમાણુઓ આ સિદ્ધિ ત્યારે જ પ્રાપ્ત કરે છે જ્યારે એ પરમાણુઓમાં શ્રી અરિહંત પ્રભુનો આજ્ઞારસ અને કલ્યાણરસ ઉમેરાય છે. આ કારણથી પણ નમસ્કાર મહામંત્રમાં શ્રી અરિહંત પ્રભુને પહેલા અને પછી શ્રી સિદ્ધપ્રભુને નમસ્કાર કરાયા છે.
શ્રી ગણધર પ્રમુખ આચાર્યજી સિદ્ધપ્રભુનાં એ કલ્યાણનાં પરમાણુઓમાં, સાધક જીવને સરાગી કક્ષામાં આકર્ષી શકાય એ માટે તેમાં અતિસૂક્ષ્મ પરમાર્થલોભ રૂપ આજ્ઞારસ ભેળવે છે. તેનાથી, જે સાધક જીવ સિદ્ધભગવાનની સિદ્ધિ માટે અતિસૂક્ષ્મરૂપે
૧૪૭.