________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
મહાસંવરનો માર્ગ અનાદિ અનંત છે, શાશ્વત છે અને સર્વોત્કૃષ્ટ મંગલમય છે. એ માર્ગની શાશ્વતતા અને સર્વોત્કૃષ્ટતાનું કારણ એ જણાય છે કે એ માર્ગનાં નિરૂપણ, પોષણ અને અંત શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞારૂપી ગુપ્ત પેટાળમાં રહેલાં છે. આ માર્ગનાં સમજણ, અર્થ, ગૂઢાર્થ અને વિશેષ ગૂઢાર્થ માત્ર અનુભવગમ્ય છે, અને એનું વર્ણન માત્ર સગુરુ, સપુરુષ અને પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞારૂપી ગુપ્ત પેટાળમાં રહેલું છે. જ્ઞાનીઓ અને મહાજ્ઞાનીઓ એ માર્ગને શબ્દબળથી કે વચનથી વ્યક્ત કરતા નથી, પણ એ માર્ગને સર્વ જ્ઞાનીઓ આચરણથી ગુપ્ત રીતે પ્રસિદ્ધ કરે છે. એ માર્ગમાં એક સુંદર, અભુત અને ગુપ્ત રહસ્ય રહેલું છે, જે માત્ર વિરલા અનુભવગમ્ય આત્માને દષ્ટિગોચર તથા અનુભવગોચર થાય છે. આ માર્ગનું સેવન કરી જીવ પરમાત્મપણા સુધી વિકસે છે અને પરમાર્થિક સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તેમાં જીવ આત્માથી પરમાત્માની દશા સુધી પહોંચવાના માર્ગના ભાંગા કરે છે – એ પરમાત્માની સ્થિતિ અને પરમાર્થિક સિદ્ધિરૂપ ભાગ કરે છે. પરમાત્માની સ્થિતિને તે જીવ અણુમાત્રથી શરૂ કરી, વિશેષ વિશેષ આત્મિક પુરુષાર્થ કરી, પરમાર્થિક સિદ્ધિ રૂપે પામતો જાય છે. આવો અદ્ભુત અનુભવ માત્ર વિરલા જીવોને જ થાય છે, કે જેથી જીવ આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને (અપેક્ષાએ) એક સમયના પ્રમાદ વિના સેવે છે.
આપણે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞા લઈ, એમનાં કુપાદાનના આધારે આ મહાગુપ્ત છતાં અગત્યના માર્ગને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના મુખ્ય પાંચ વિભાગ છે : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી રૂપ પ્રભુજી.
આ પાંચ પરમેષ્ટિ ભગવંત પોતાની આત્મિક શુદ્ધિ અનુસાર આ મહાસંવરના માર્ગને આચરે છે. જેના લીધે તેઓ પોતાના પુરુષાર્થ અનુસાર પરમાર્થિક સિદ્ધિને મેળવે છે. આ મહાસંવર માર્ગની મુખ્ય લાક્ષણિકતા એ છે કે જે સમયે જીવ ઉત્તમ સંવર કરે છે, એ જ સમયે તે પોતાના પુરુષાર્થથી ઉત્તમ સકામ નિર્જરા પણ કરે છે.
૧૩૯