________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષય કરવાની તૈયારી કરી લે છે. આમ પ્રમાદ કર્યા વિના સર્વ અનુસંધાનવાળા માર્ગમાં સરવાની તે તૈયારી કરી લે છે, અને તે છે મહાસંવરનો માર્ગ. ક્યારેક ને ક્યારેક પૂર્ણ થતાં પહેલાં જીવે આ માર્ગે આવવું જ પડે છે, અને જેટલો વહેલો તે આ માર્ગ પર આવે છે, આ માર્ગનું આરાધન શરૂ કરે છે, તેટલો જલદીથી તે પૂર્ણ થઈ શકે છે; અર્થાત્ સિદ્ધભૂમિમાં જવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
સામાન્યપણે જીવ સાતમાં ગુણસ્થાનના મધ્યભાગથી, સપુરુષની દશા પ્રાપ્ત કરે ત્યારથી આ માર્ગનું સતત આરાધન કરે છે, પરંતુ કેટલાક જીવો પ્રમાદી બની આ દશાએ પહોંચ્યા પછી પણ સતત આરાધન કરતા નથી, અને કેટલાક અપવાદરૂપ જીવો આ દશાએ આવ્યા પહેલાના ઘણા વહેલા કાળે પણ આ માર્ગનું આરાધન કરતા હોય છે. તે જીવના પુરુષાર્થ પર તેને મળતી સિદ્ધિનો આધાર રહે છે. સાધનની શુદ્ધિથી, આરાધનની યોગ્યતાથી આત્મિક શુદ્ધિ વધારતાં જઈ જીવ પરમાર્થિક સિદ્ધિ મેળવતો જાય છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની પરમઆજ્ઞારૂપ ભક્તિ, તેમાંથી નીપજતો મહાસંવરનો માર્ગ એ કલ્યાણ પામવા માટે ધુરંધર માર્ગ છે, અને તેમાં અન્ય સર્વ માર્ગ સમાઈ જાય છે.
ભક્તિમાર્ગ | જ્ઞાનમાર્ગ યોગમાર્ગ ક્રિયામાર્ગનું ઉત્કૃષ્ટપણું
આજ્ઞામાર્ગનું ઉત્કૃષ્ટપણું
મહાસંવરનો માર્ગ
નિર્ચથમાર્ગનું ઉત્કૃષ્ટપણું
નિર્વાણમાર્ગનું ઉત્કૃષ્ટપણું
પરિનિર્વાણમાર્ગનું ઉત્કૃષ્ટપણું
૧૩૮