________________
કેવળી પ્રભુનો સાથ
ભાવ ઉમેરાયેલો હોય છે. આમ આવા હકારાત્મક વલણથી જીવ વીતરાગતા આ માર્ગે અનુભવે છે, અને માર્ગના પહેલા પ્રકારમાં જીવ નકારાત્મક વલણ સાથે વીતરાગતાનો અનુભવ કરે છે.
જીવ જ્યારે નકારાત્મક વલણથી વીતરાગતાનો અનુભવ કરે છે, ત્યારે તે જીવ કર્મક્ષય અર્થાત્ નિર્જરા પર વિશેષ ભાર મૂકે છે. અને જીવ જ્યારે હકારાત્મક વલણથી વીતરાગતા અનુભવે છે ત્યારે તે આત્માના શુદ્ધ સ્વભાવ, પ્રેમ તથા કલ્યાણભાવથી વીતરાગતામાં જતો હોય છે, તેથી તે જીવ કોઈ પણ પદાર્થનો હકાર કે નકાર વેદતો નથી. એ માત્ર પ્રભઆજ્ઞામાં પૂર્ણપણે રહેવાની અને વર્તવાની ઇચ્છા રાખે છે. આ અપૂર્વ વલણના આધારે જીવ સંવર તથા નિર્જરા બંને પર સમાનપણે ભાર મૂકી શકે છે, અને બંને સાથે સાધી શકે છે. આમ તે જીવ જે સમયે ઉત્તમ સંવર વેદે છે, તે જ સમયે તીવ્ર નિર્જરા પણ સકામપણે વેદે છે. આ કારણથી એ જીવે એક જ સમયે નવા આશ્રવનો તથા પૂર્વ સંચિત કર્મ પર આવતા વ્યાજરૂપી નવાં કર્મનો સકામ સંવર કરે છે. આશ્રવ તોડી સંવર નિર્જરા એક સાથે જે માર્ગે જીવાત્મા ઉત્તમતાએ કરી શકે છે તે માર્ગને શ્રી વીતરાગ ભગવંતોએ મહાસંવરના માર્ગ તરીકે ઓળખાવ્યો છે. આ મહાસંવરના માર્ગમાં જીવ નિકાચીત કર્મ કે અઘાતી કર્મની અમુક પ્રકૃતિ સિવાયના કર્મોને વિશેષતાએ પ્રદેશોદયથી ભોગવી શકે છે. આ માર્ગ આચરનાર જીવ વીતરાગતામાં પ્રસન્નતા પામે છે, અને દશાનુસાર ઉત્કૃષ્ટ કલ્યાણભાવ વેદી શકે છે. જે જીવ પૂર્ણ આજ્ઞામાં રહીને મહાસંવરના માર્ગને આરાધે છે, તે જીવ ઘણા મોટા પ્રમાણમાં સંસારીપુણ્યને પરમાર્થપુણ્યમાં પલટાવે છે, અને કેવળજ્ઞાન લેતાં પહેલાં ભોગવાય તેવાં પરમાર્થપુણ્યને કેવળજ્ઞાન લીધા પછી ભોગવી શકાય તેવા પરમાર્થપુણ્યમાં રુપાંતરિત કરી શકે છે.
મહાસંવરના ઉત્તમ માર્ગમાં જીવને આજ્ઞાપાલનની પૂર્ણતાની યથાર્થ ખીલવણી થાય છે. તે પહેલાં જીવ મુખ્યતાએ કર્મનાં ભોકતાપણામાં આજ્ઞાધીન રહેતો હોય છે. શરૂશરૂમાં જીવ અશુભ કર્મો ભોગવતી વખતે જ આજ્ઞાધીન હોય છે, પછી જેમ જેમ જીવની આજ્ઞામાર્ગમાં પ્રગતિ થતી જાય છે, તેમ તેમ તે અશુભ તથા શુભ પ્રકૃતિના
૧૩૬