________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
જાણકારીના આધારે તે જીવ પૂર્ણ આજ્ઞામાં રહેતા શીખતો જાય છે. પૂર્ણ આજ્ઞામાં રહીને તે પોતાનાં શુદ્ધિ અને સિદ્ધિ વધારતો જાય છે.
સાતમા ગુણસ્થાને બોધસ્વરૂપ (શુક્લધ્યાનની વીસ મિનિટ) થયા પહેલાં જીવ મુખ્યત્વે સંવર પ્રેરિત નિર્જરા અથવા નિર્જરા પ્રેરિત સંવર, એ બેમાંથી એક પ્રકારના પુરુષાર્થ પર લક્ષ રાખતો હોય છે. આમ એક પ્રકાર પર ભાર મૂકતો હોવાને કારણે તે જીવનો બીજા પ્રકારના પુરુષાર્થ પર લક્ષ ઓછો થાય છે અને તે પુરુષાર્થમાં મંદતા આવી જાય છે. ઉદા.ત. જીવ જ્યારે સંવરના પુરુષાર્થ પર લક્ષ ઠેરવે છે ત્યારે તે વિશેષતાએ આશ્રવની પ્રક્રિયાને તોડે છે. તે વખતે નિર્જરા કરવા પર જોઇતું લક્ષ ન હોવાથી નબળી નિર્જરાને લીધે પૂર્વ સંચિત કર્મ પર વ્યાજરૂપ કર્માશ્રવ થતો રહે છે. જીવ જ્યારે નિર્જરા પર ધ્યાન કેંદ્રિત કરે છે ત્યારે પૂર્વ સંચિત કર્મો ક્ષીણ થતાં જાય છે, અને વ્યાજરૂપ કર્માશ્રવ મંદ અથવા નહિવત્ બને છે. પરંતુ વર્તતી પરિસ્થિતિને આધારે તે જીવ જે કષાયો કરે છે તેના પ્રમાણમાં પ્રધાનતાએ નવાં કર્મોનો આશ્રય કરતો જાય છે. આમ જીવ સકામ સંવર અને સકામ નિર્જરા વચ્ચે ઝોલાં ખાતો રહે છે. આમ ઝોલાં ખાતાં ખાતાં જીવ જ્યારે બોધસ્વરૂપની દશાએ પહોંચે છે ત્યારે પહેલી વખત એ જીવ સભાનપણે તથા સ્થૂળરૂપે સકામ કલ્યાણના ભાવ આખા લોકના જીવો માટે વેદી શકવાની પાત્રતા મેળવે છે. આ નિયમમાં સર્વ તીર્થંકરપ્રભુ અને વિરલા ગણધરો અપવાદરૂપ હોય છે. તેઓ છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાને પણ આવા ભાવ વેદવાની પાત્રતા મેળવે છે. જીવ જ્યારે આ ભાવનું વેદન કરે છે ત્યારે એ પરમ મૈત્રી સમસ્ત લોકની અપેક્ષાએ કેળવે છે. આવું ઉત્તમ કાર્ય કરવા બદલ તેમને એક અલૌકિક નિસ્પૃહતાની પ્રાપ્તિ થાય છે. આ નિસ્પૃહતા અને અપૂર્વ મૈત્રીની સહાયથી જીવ વૈરાગ્ય અને ઉદાસીનતાના પગથિયાં વગર પણ વીતરાગતાનો અનુભવ કરે છે. જીવ જો વૈરાગ્ય અને ઉદાસીનતાના ક્રમથી વીતરાગતા અનુભવે છે, તો તે વીતરાગતામાં વૈરાગ્ય જાગ્યા પૂર્વે ઉપજેલા સંસાર અને કર્મ પ્રત્યેના નકારની ઝાંખી ભળેલી હોય છે. પરંતુ જો જીવ કલ્યાણભાવના આધારે પરમ મૈત્રી અનુભવે અને તેના અનુસંધાનમાં વીતરાગતાનો અનુભવ કરે છે, તો એ વીતરાગતામાં મૈત્રીથી ઉપજેલા શુક્લ પ્રેમનો
૧૩૫