________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આ જ સમયે શ્રી કેવળીપ્રભુના આત્માએ એક સમયનો પ્રમાદ કર્યો કેમકે તે શુદ્ધાત્મા સ્વરૂપને ત્યાગી યોગના ભોકતા બન્યા. એ જ રીતે કષાય માટે કહી શકાય. જે સમયે તેઓ યોગ સાથે જોડાય છે તે સમયે તેમના આત્માએ યોગનો રાગ કર્યો કહી શકાય. બીજી અપેક્ષાએ વિચારીએ તો જણાય છે કે, કષ એટલે સંસાર અને આય એટલે લાભ કે ઉત્પન્ન થવું. આમ કષાય એટલે સંસારનું ઉત્પન્ન થવું. જે સમયે પ્રભુનો આત્મા યોગ સાથે જોડાય છે તે સમયે તે આત્મા અસંખ્યાત શાતાવેદનીયના કર્મ પરમાણુઓનો આશ્રવ કરે છે. આ પરમાણુઓ ભોગવવા ગ્રહણ કરેલા પરમાણુઓના પ્રમાણમાં તેમનો સંસાર વધે છે. વળી, શાતાવેદનીય કર્મ અઘાતી કર્મ છે. અને કર્મ પરમાણુઓ કાર્મણ શરીર બનાવે છે. આ પરમાણુઓ આત્મા પર આવતાં તેમાંથી કાર્મણ શ૨ી૨ રચાય છે. અર્થાત્ તે અપેક્ષાથી આત્મા નિશ્ચયનયથી કષાયી થયો કહેવાય. વળી, યોગ સાથે તો શ્રી કેવળી પ્રભુનો આત્મા તે સમયે જોડાય જ છે. આમ એક સરખી માત્રાથી • તીવ્રતાથી (intensity થી) તે આત્મા નિશ્ચયનયથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ સાથે જોડાય છે. આ કારણથી શ્રી પ્રભુની યોગસ્ફૂરણા તે સમયે પાંચગણી પ્રગટ થાય છે. (મિથ્યાત્વ – યોગ, અવિરતિ – યોગ, પ્રમાદ યોગ, યોગ અને યોગ – યોગ). આ કારણથી શ્રી કેવળીપ્રભુનો આત્મા તે સમયે આટલી મોટી સંખ્યામાં શાતાવેદનીય કર્મનો આશ્રવ કરે છે. આ ઉપરાંત, તે જ સમયે તેમનો આત્મા શાતાવેદનીયના બંધને અપૂર્વકરણ, અધઃકરણ અને અનિવૃત્તિકરણની પ્રક્રિયાથી ખેંચે છે, પરિણામે તે પછીના સમયે તેમનો આત્મા યોગ સાથે જોડાતો નથી.
—
કષાય
-
-
આ રીતે અઘાતીકર્મો નિવૃત્ત થતાં થતાં, જેમ જેમ આત્માની શુદ્ધિ વધતી જાય છે, તેમ તેમ એ સમયે તેમનો ઉપયોગ વિશેષ તીક્ષ્ણ થાય છે, અને તેમનો આત્મા વધારે શુદ્ધિથી આ ત્રણ કરણ કરે છે. આ કરણ કરવાથી તેઓ વધારે સમય માટે યોગથી ભિન્ન થઈ શકે છે. જેટલા વધારે સમય માટે તેઓ યોગના જોડાણથી અલગ રહે છે, તેટલી મોટી સંખ્યામાં શાતા વેદનીય કર્મનાં પરમાણુઓનો આશ્રવ શ્રી પ્રભુને એક સમયમાં થાય છે. જેટલો આશ્રવ વિશેષ થાય છે, તેટલી વિશેષ કલ્યાણનાં પરમાણુઓની નિર્જરા તેમને થાય છે. બીજી રીતે કહીએ તો એ આત્મા જેટલા વિશેષ
૧૩૩