________________
કેવળી પ્રભુનો સાથ
તેમાં મિથ્યાત્વનાં શક્તિ તથા જોર બીજાં ત્રણ કારણો કરતાં ઘણાં વધારે હોય છે. બીજાં ત્રણે કારણોની શક્તિ સમાનતાવાળી હોઈ શકે છે, તેમ જ તરતમતાવાળી પણ હોઈ શકે છે. જેટલી પહેલાં મિથ્યાત્વ કારણની શક્તિ વધારે એટલી મોહનીય કર્મની ચીકાશ વધારે થાય છે. અહીં શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે પુગલને પ્રકૃતિ (રૂ૫), રસ, સ્થિતિ અને પ્રદેશબંધ આપવામાં આ પાંચ કારણો ગુંદર જેવી જ ચીકાશનું કામ કરે છે. તેમાં મિથ્યાત્વની ચીકાશ સહુથી વધારે અને યોગની ચીકાશ સહુથી ઓછી હોય છે; આમ ઊતરતા ક્રમમાં ચીકાશનું જોર હોય છે. જીવને જો બંધનું મુખ્ય કારણ પ્રમાદ હોય તો પ્રમાદની ચીકાશ સૌથી વધારે રહે છે, પરંતુ એ વખતે જીવ મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનાં કારણે પણ કર્મ બાંધી શકે છે. સિદ્ધાંત પ્રમાણે મિથ્યાત્વ અને અવિરતિની શક્તિ સામાન્યપણે પ્રમાદ કરતાં વધારે છે, પરંતુ અહીં પ્રમાદની મુખ્યતા હોવાને લીધે એમની શક્તિ એ કર્મનાં બંધારણ માટે પ્રમાદ કરતાં ઓછી હોય છે. આ રીતે જીવ ચારિત્ર – મોહની ચારે પ્રકૃતિ બાંધ્યા કરે છે, અને સંસારમાં સતત પરિભ્રમણ કરતો રહે છે.
હવે આપણે એ વિચારવાનું છે કે શ્રી કેવળ પ્રભુ સર્વ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાયથી રહિત થયા છે, તો તેમને કર્મબંધ કેવી રીતે થાય છે? તેઓ સ્થૂળરૂપથી આ કારણોમાં સર્વથા મૂકાયા છે, પણ અતિ અતિ સૂક્ષ્મ સ્વરૂપે આ કારણોના પરોક્ષ બંધનમાં બંધાયેલા છે. તે કેવી રીતે તે વિચારીએ.
શ્રી કેવળ પ્રભુ જ્યારે એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે અસંખ્યાત શાતાવેદનીયનાં સ્કંધને આવકારે છે. આ એક સમય માટેની તેમના આત્માની અપેક્ષાએ અશુદ્ધિ કહી શકાય, એ સમયે તેમના આત્માએ શુદ્ધ સ્વરૂપને બદલે યોગ (મન, વચન અને કાયા) માટે મોહ કર્યો એમ કહી શકાય; આ એક સમય માટે તેમને પૂર્ણ શુદ્ધાત્માની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ કહી શકાય. શ્રી કેવળી પ્રભુનાં શુધ્ધ આત્માએ એક સમય માટે મિથ્યાદૃષ્ટિની સેવના કરી કહેવાય કેમકે એ સમયે એ આત્માના આજ્ઞારૂપી ધર્મપાલનમાં એટલી ઓછપ આવી, જેના લીધે તે શુદ્ધાત્મા સ્વરૂપને ત્યાગી યોગ સાથે જોડાયો. એ અપેક્ષાથી એ આત્માની એ સમય માટે સૂક્ષ્મ અવિરતિ થઈ ગણાય. વળી,
૧૩૨