________________
કેવળી પ્રભુનો સાથ
આ રીતે ચાલતાં સુચક્રનો અભ્યાસ કરવાથી જીવને સમજાય છે કે પ્રભુપ્રતિ રાગ ક૨વાથી જીવ મિથ્યાત્વનો ક્ષય કરતો જાય છે, પ્રભુની આજ્ઞામાં રહેવાથી તેનો સ્વચ્છંદ ત્યજાતો જાય છે, વિનય વધવાથી તે પ્રમાદ છોડતો જાય છે, અને પ્રેમની માત્રા વધારતા જવાથી તેના કષાયો ક્ષય પામે છે. આ વિચારણામાં તથા તેનાં ઊંડાણમાં જતાં આપણા મનમાં સવાલ ઊઠી શકે છે કે કર્મબંધનનાં જે પાંચ કારણો છે તેમાં પહેલાં ચાર કારણોની નિવૃત્તિ માટે ગુણોની ખીલવણી કરવાનો ઉપાય જ્ઞાની ભગવંતોએ બતાવ્યો છે, તો તે જ પ્રમાણે યોગનાં કારણના ત્યાગ માટે કેમ કોઈ ગુણ તેમના થકી વર્ણવાયો નથી?
શ્રી પ્રભુની કૃપાથી અને તેમની આજ્ઞામાં રહેવાથી આપણી પાસે તેનું રહસ્ય ખૂલે છે. ‘યોગ’ એ કર્મબંધનું એવું કારણ છે કે જે એકલું પ્રવર્તી શકતું નથી. તેને બાકીનાં ચાર કારણમાંથી કોઈ ને કોઈ એક કે તેથી વધારે કારણના સથવારાની જરૂરત રહે જ છે. યોગનું કામ અઘાતી કર્મ જેવું છે. જેમ અઘાતીકર્મ ક્યારેય એકલું બંધાતું નથી, તેને કોઈને કોઈ ઘાતીકર્મના સથવારાની જરૂર પડે જ છે, તેમ યોગને પણ કર્મબંધન કરાવવા માટે કોઇક અન્ય કારણના સાથની જરૂર પડે જ છે. પહેલાં ચાર કારણોને લીધે જીવને મુખ્યતાએ ચાર પ્રકારનાં ચારિત્રમોહનાં બંધન થાય છે. તે આ પ્રમાણે છે –
મિથ્યાત્વ – દર્શનમોહ, અનંતાનુબંધી (કષાય), ચારિત્રમોહ. અવિરતિ (સ્વચ્છંદ) – અપ્રત્યાખ્યાની ચારિત્રમોહ.
પ્રમાદ
પ્રત્યાખ્યાની ચારિત્રમોહ.
કષાય – સંજવલન ચારિત્રમોહ.
—
કોઈ પ્રાજ્ઞ વિચારકને એવી આશંકા ઉદ્ભવે કે કેવળીપ્રભુ જ્યારે યોગ સાથે જોડાય છે ત્યારે, યોગ જો સ્વતંત્ર કર્મબંધન કરાવી શકતો નથી તો એ યોગ દ્વારા પ્રભુજીને શાતાવેદનીય કર્મનાં બંધન કેવી રીતે થાય છે? આપણે જાણીએ છીએ કે
૧૩૦