________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
શ્રી પ્રભુને જામીન આપનાર બનાવી શકે છે. આ સિદ્ધિના ફળરૂપે તેને વેદાતા રાગ અને દ્વેષના ભાવમાં પ્રેમ વેચવાની શક્તિ જાગે છે. તે સર્વ સંસારી રાગભાવને પરમાર્થિક રાગમાં અર્થાત્ પ્રભુ પ્રતિની અપેક્ષાના રાગમાં ફેરવે છે. તે ઇચ્છા કરે છે કે, “પ્રભુ! મને નિરાગી કરો, નિર્વિકારી કરો, સચ્ચિદાનંદ સ્વરૂપ બનાવો, સહજાનંદી કરો, અનંતજ્ઞાની તથા અનંતદશ અને ગૈલોક્ય પ્રકાશક કરો.” આ સિદ્ધિની સહાયથી તે જીવ સહજપણે સાંસારિક રાગને નિસ્પૃહ પ્રેમમાં ફેરવતો જાય છે. પ્રભુ પ્રતિના રાગભાવમાં તે પ્રભુથી જુદાપણું સતત વેદે છે, કેમકે તેને પ્રભુ પાસે સતત માગવું પડે છે કે મને આ આપો, મને તે આપો વગેરે વગેરે.
અહીં એક ગુપ્તવાત સમજવા યોગ્ય છે. આ જાતના ભાવમાં અંદેશો આવે છે કે જો હું પ્રભુ પાસે માગીશ નહિ તો મને ઇચ્છિત મળશે નહિ. તેથી તેને જ્યારે દુઃખ વેદવાનો પ્રસંગ આવે છે ત્યારે તે પ્રભુ સમક્ષ પ્રાર્થતો થાય છે. આવી પ્રાર્થના કરતાં કરતાં તેના ભાવની વિશુદ્ધિ થાય છે, અને તેની પ્રાર્થનાનું સ્વરૂપ ફરતું જાય છે. તે પ્રાર્થે છે કે, “હે પ્રભુ! હું તમારું બાળક છું. મને તમારાં બાળક તરીકે સ્વીકારો. મને બહુ માગવાની ઇચ્છા થતી નથી, કેમકે મારાં જ્ઞાનદર્શન કરતાં તમારાં જ્ઞાનદર્શન ઘણાં ઉત્તમ અને વિશેષ છે. માટે તમને જે યોગ્ય લાગે તેની સિદ્ધિ મને આપો. તમારાં ચરણમાં રહેવાથી મને જે શાંતિ અને સુખ મળે છે, તે શાંતિ તથા સુખની ધારાને, માગવાના સંસારી ભાવથી અશુદ્ધ કરવી નથી, કે જેથી મારા સહજાનંદને ઠેસ પહોંચે.”
આ સ્થિતિ પરમ વીતરાગમય દશામાં આવે છે. તેમાં જીવ આજ્ઞામાર્ગમાંથી નિગ્રંથમાર્ગમાં સરે છે, અને ત્યારે તેને માત્ર પ્રભુનાં ચરણોનો લોભ હોય છે. બાકીના બધા અન્ય પદાર્થો તેને માટે ગૌણ થઈ જાય છે. બોધસ્વરૂપ'ની દશાએ (શુક્લધ્યાનની વીસ મિનિટ પૂરી કર્યા પછીથી) આવી સ્થિતિ પુરુષાર્થથી સહજ બની શકે છે; પણ તેમ થવામાં જીવને મધ્યમ શ્રુતકેવળીપણું હોવું જરૂરી છે. આ શ્રુતકેવળીપણું પણ તેને પ્રભુકૃપાથી દાનમાં મળે છે.
૧૨૯