________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ઉત્કૃષ્ટતાથી વેદાવો જોઇએ.આવો ભાવ કરવાથી જીવને મહાસંવરના માર્ગની અઘરી અપેક્ષાઓ જેવીકે પાંચ સમવાય સાથે અકામ/સકામ આશ્રવ, સંવર તથા નિર્જરાની પૂર્ણ આજ્ઞામાં રહીને પ્રમાદ રહિત ખીલવણી કરવી આદિ સહજતાએ પૂરી થતી જાય છે. એમ સહજતા આવવાનું કારણ એ છે કે એ જીવ જ્યારે તમામ જીવાત્મા માટે અંતરંગથી કલ્યાણભાવ વેઠે છે ત્યારે તે પોતાનાં અંતરાય કર્મનો વધુ ને વધુ ક્ષય કરતો જાય છે, જેના થકી તે આત્માના ગુણોનો સકામ આશ્રવ તથા નવાં કર્મનો સકામ સંવર અને પૂર્વસંચિત કર્મોની સકામ નિર્જરા કરવા માટે પાત્રતા પામતો જાય છે. પરિણામે તે જીવ જૂનાં કર્મ ભોગવતી વખતે અપેક્ષાએ અડોલ, સ્થિર તથા સ્વરૂપમય રહી શકે છે. તેના થકી તે કુકર્મનો યોગ્ય સંવર કરે છે, અને ગુણોનો સકામ આશ્રવ કરે છે. આ બધી જ પ્રક્રિયાઓ તે પ્રભુની આજ્ઞામાં રહીને કરતો હોવાથી તેને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓનો સાથ, માર્ગદર્શન તથા રક્ષણ મળ્યા કરે છે. આ સાથથી તે મહાસંવરના માર્ગની આંટીઘૂંટીને (પાંચ સમવાય તથા સકામ અકામ આશ્રવ, સંવર, નિર્જરાના વિવિધ મિશ્રણોને) સહજતાએ સરળ કરી શકે છે; તેને પાંચે સમવાયનો સાથ મળે છે, એટલું જ નહિ પણ તે જીવ ગુણાશ્રવ તથા કર્મનિર્જરા એકીસમયે કરી શકે છે. આ અપેક્ષાએ મહાસંવ૨ના માર્ગને જાણ્યા પછી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો આ માર્ગમાં શું અને કેવો ફાળો છે તેની વિચારણા પ્રતિ વળીએ.
શ્રી અરિહંતપ્રભુ મુક્તિસુંદરીને વરવાના માર્ગના પ્રણેતા છે. તેઓ દેશકાલીન સત્ય તથા સર્વકાલીન સત્યને પાંચ સમવાયની અપેક્ષાથી એકત્રિત કરી, મુક્તિમાર્ગનો સંદેશો ધ્વનિના આધારે લોકમાં પ્રસારિત કરે છે. તેની વિસ્તરણા એવી હોય છે કે જેટલા કાળ માટે એ તીર્થંકર પ્રભુનું શાસન ચાલવાનું હોય એટલા કાળ માટે એ માર્ગમાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનો આજ્ઞારસ ‘રસ’ રૂપે રહે છે, જેનાથી મહાસંવરના માર્ગને આદરવા જ્યાં નિર્જરા વધારે થતી હોય ત્યાં સંવર પૂરાય છે, અને જ્યાં સંવરની માત્રા વધારે હોય ત્યાં નિર્જરાની પૂરવણી થાય છે. આ સંવર સાથે નિર્જરાનું ભળવું અથવા નિર્જરા સાથે સંવરનું ભળવું એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
૧૪૧