________________
કેવળી પ્રભુનો સાથ
કરી આ દુઃખના દરિયાથી છૂટવા મને પ્રત્યક્ષ માર્ગદર્શન આપો, કે એ આજ્ઞા પાળી હું આ સંસારની મોહિનીથી મુક્ત થાઉં, અને સુખી બનું. પ્રભુજી! તમે મને તમારી આજ્ઞાનું દાન આપો કે જેથી હું કોઈ કર્મની જાળમાં બંધાયું નહિ. પ્રભુ! તમે જ મને એ આજ્ઞા પાળવા માટે પાત્રતા તથા શક્તિ આપતા રહેજો અને સન્માર્ગમાં સતત રાખજો.”
આ પ્રકારની પ્રાર્થનાનાં અનુસંધાનમાં એ જીવને શ્રી પ્રભુ પાસેથી અમુક સમયે આજ્ઞા મળે છે. શરૂશરૂમાં તે જીવ દુ:ખને નિવૃત્ત કરનારી આજ્ઞાઓ પાળે છે, અને સુખ પ્રત્યે નિસ્પૃહ થવાની આજ્ઞા તે પાળતો નથી. આજ્ઞાપાલન તે કરે છે તેનાં ફળરૂપે તેને અમુક શુદ્ધિ તથા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એનાં જે જે કામો ઘણા વિચાર કે પ્રયત્નથી પણ પૂરાં ન થાય તેવાં લાગતાં હોય તે કામો તે જીવ પ્રભુની આજ્ઞા પાળવાથી ટૂંકા ગાળે અને પૂર્ણતાએ થતાં અનુભવે છે. વળી, જે કામોમાં તે આજ્ઞા પાળતો નથી તે કામોમાં તેને વિલંબ થતો અનુભવાય છે અને કાર્યસિદ્ધિમાં પણ તેને અપૂર્ણતા અનુભવાય છે. આવા આવા થતા અનુભવોથી તેને નિર્ણય તથા નિશ્ચય થાય છે કે આજ્ઞાનો માર્ગ એ ટૂંકામાં ટૂંકો અને પૂર્ણ માર્ગ છે. આવા વારંવારના અનુભવ પછી જ્યારે જીવ વધારે શુદ્ધિ પામે છે ત્યારે તે પોતાની ઇચ્છા કરતાં પ્રભુની ઇચ્છાને વિશેષ મહત્ત્વ આપતાં શીખે છે. પરિણામે તે જીવ સહજતાએ અપ્રમાદી બનતો જાય છે, સાથે સાથે વધતા વિનયને કારણે તે જીવ સહજતાએ આજ્ઞારૂપી તપ આદરતો જાય છે. વિનયી થવાનો પુરુષાર્થ કરતાં કરતાં તે વધુ ને વધુ આજ્ઞાંકિત થતો જાય છે, અને જ્યારે તે વિનય મંદ કરે છે કે ત્યાગે છે ત્યારે તે અપેક્ષાએ સ્વછંદી થાય છે. સ્વચ્છંદ આચરવાથી તે દુઃખી થાય છે. તેનાથી થતાં રાગ અને દ્વેષનાં પરિણામ તેને ખૂબ પીડા પહોંચાડે છે. આ પીડાથી છૂટવા તે પ્રભુને પ્રાર્થ છે કે, “હે પ્રભુ! તમે મારા યોગ્ય અધ્યવસાયમાં આવી અને મને સર્વ કાર્યોમાં તમારી આજ્ઞામાં જ રાખો. કાર્ય કરવા માટે તમે મને માર્ગદર્શન અને આજ્ઞા આપતા રહો.”
આવા ભાવો કરતા રહેવાથી તેની વધતી વિશુદ્ધિ અમુક મર્યાદાએ પહોંચે છે ત્યારે તે જીવને એવી સિદ્ધિ ઉપલબ્ધ થાય છે કે જેથી તે જીવ સર્વ ભાવમાં
૧૨૮