________________
કેવળી પ્રભુનો સાથ
કેવળીગમ્ય પ્રદેશો મળ્યા પછી જીવ શ્રી કેવળી પ્રભુનો પણ સાથ લઈ પોતાનાં દેહાત્માની ભિન્નતાનો સમય વધારી શકે છે, માત્ર અરિહંત પ્રભુના જ આધારે તેની કાર્યસિદ્ધિ થાય એવું જરૂરી નથી. તેથી જીવ જેટલા વહેલા કેવળીગમ્ય પ્રદેશો પ્રાપ્ત કરે તેટલા વહેલાં વિકાસનાં પગથિયાં ચડી શકે છે. આ રીતે મહાસંવરના માર્ગને આરાધી જીવ શ્રી અરિહંત પ્રભુના સાથથી કેવળીગમ્ય પ્રદેશો મેળવે છે. અને અસંખ્ય સમય સુધીની દેહાત્માની ભિન્નતા સુધી પહોંચ્યા પછીના વિકાસ માટે તે જીવ સર્વજ્ઞ પ્રભુ ઉપરાંત સપુરુષનો સાથ પણ મેળવી શકે છે. અને તે દ્વારા વિશેષ પરમાર્થિક સિદ્ધિ મેળવે છે.
૮. ઉપશમ સમ્યકત્વ લેતાં ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી તીર્થંકર પ્રભુ અને શ્રી કેવળી પ્રભુનો સાથ લેતા લેતા જીવ સંવર માર્ગને આરાધી અસંખ્યાત સમય સુધી દેહ તથા આત્માની ભિન્નતા અનુભવવા સુધીની આત્મિકશુદ્ધિ અને પરમાર્થિક સિદ્ધિ મેળવે છે. અસંખ્યાત સમયથી ઓછા સમયનું જ્ઞાન કોઈ છમસ્થ જીવને વર્તતું ન હોવાને કારણે ત્યાં સુધીના જીવના વિકાસમાં તેઓ સક્રિય ફાળો આપી શકતા નથી.
અસંખ્યાત સમય સુધી દેહથી ભિન્ન રહી શકે તેવી શુદ્ધિ અને સિદ્ધિ મેળવ્યા પછીનો વિકાસ કરવામાં શ્રી સત્પષ તેમ જ વિકાસ પામતા જીવના પુરુષાર્થનો નોંધનીય ફાળો ઉમેરાય છે. તેઓ બંનેને અસંખ્યાત સમયવર્તી જ્ઞાન વર્તતું હોવાથી જીવને પોતે શું કરે છે, અને શું કરવાનું છે તેની સક્રિય સમજ શ્રી પુરુષ તથા તેમનાથી પણ ઊંચી આત્મદશા ધરાવનાર આત્માના સાથથી મળે છે. તે સમજ થકી તે જીવનો આત્મવિકાસ અર્થે સભાન પુરુષાર્થ શરૂ થાય છે. સ્વપુરુષાર્થની સહાયથી આત્મિક શુદ્ધિ કરતા જઈ પરમાર્થિક સિદ્ધિ વધારવાનો માર્ગ તેને માટે મોકળો થતો જાય છે, અર્થાત્ ખૂલતો જાય છે. તેની વિકાસ કરવા માટેની સાચી સમજણ વધતી જાય છે.
કર્મ બાંધવાનાં મુખ્ય પાંચ કારણોમાં સૌથી પહેલું અને અતિ બળવાન કારણ મિથ્યાત્વ છે, તે આપણે જાણીએ છીએ. તેનાં કારણે ચાર ઘાતી અને ચાર અઘાતી
૧૦૨