________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
હોય તો ઘણું ઘણું વીર્ય ફોરવવું પડે છે. એમ ન થઈ શકે તો એ કર્મ ભોગવતી વખતે તેને નવો વિભાવ ઉત્પન્ન થતો હોવાથી તેને પાછો નવાં વેરનો બંધ પડે છે. જીવ જો આ રીતે વર્ત્યા કરે તો તેને કર્મની પરંપરાનો ક્યારેય અંત આવે નહિ. આમ ‘અ’ને અન્ય જીવો સાથે સતત વિભાવ કરવાને કારણે ભવિષ્ય ધૂંધળું બની જાય છે. આવી પરિસ્થિતિમાં જો તેને એવા આત્માનો સંયોગ થાય કે જે તેને માટે મધ્યસ્થી કરી નવા વિભાવથી – દેણાથી બચાવી દે, તો તે જીવનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે.
જીવ પ્રત્યેક સમયે કોઈ ને કોઈ રાગદ્વેષના ભાવ કરી બંધન સ્વીકારતો રહે છે. પરંતુ તે જીવ જો પોતાના દરેક ભાવ માટે વીતરાગ સર્વજ્ઞ પ્રભુને મધ્યસ્થી તરીકે સ્વીકારતો રહે તો, તેનાથી થતી ભાવની ઉણપ શ્રી પ્રભુ તેમના શુદ્ધ સ્વરૂપના કલ્પવૃક્ષથી પૂરી કરે છે, જેથી તે જીવ અન્ય જીવ કે પદાર્થના નિમિત્તથી બંધાતા નવા બંધથી બચી જાય છે. આપણને મનમાં વિચાર થાય કે શ્રી વીતરાગ પ્રભુ, આ કાર્ય કરવા તૈયા૨ કેમ થાય છે ? આ વિકલ્પનું સમાધન શ્રી પ્રભુ આપણને એવી રીતે આપે છે કે શ્રી અરિહંતાદિ સર્વ પંચપરમેષ્ટિ ભગવંતોએ ‘સર્વ જીવો આ સંસારનાં કષ્ટોથી અને સંસારથી મુક્ત થાય' એવો ભાવ એ પદમાં સ્થાન પામતાં પહેલાં વેદ્યો હોય છે. અને હજુ સુધી તેમનો આ ભાવ પૂર્ણ થયો નથી, કેમકે અનંતાનંત જીવો વર્તમાનકાળ સુધી આ દુઃખદ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, એટલું જ નહિ પણ એથીયે વધુ જીવો નિત્યનિગોદમાં સબડયા કરે છે. આથી તેમણે પોતાના અધૂરા રહેલા આ ભાવને કલ્યાણનાં પરમાણુરૂપે સિધ્ધ થતી વખતે વહેતા મૂક્યા છે. આવા કલ્યાણનાં પરમાણુઓને વર્તમાનના પંચપરમેષ્ટિ ભગવંત પોતાના વર્તમાનના કલ્યાણકારી ભાવની સહાયતાથી કાર્યકારી કરે છે, અને એ કારણે તે પરમાણુઓ સર્વ પાત્ર જીવને માટે જામીન (counter party) થવા બંધાય છે. આ ભાવનો ઉત્તમ લાભ લેવા જીવે
કેવા ભાવ કરવા ઘટે?
જીવ પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ તથા ધ્યાન દ્વારા આ પંચપરમેષ્ટિ ભગવંતના સાથને પોતાના દરેક શુભ ભાવમાં જામીન થવા આવાહન આપી શકે છે. આપેલા આ આમંત્રણના ફળરૂપે જ્યારે આ કાર્ય કરનાર વિરલાને આનો અપૂર્વ સાથ પ્રાપ્ત
૧૨૫