________________
કેવળી પ્રભુનો સાથ
દર્શાવ્યો છે, જેના થકી જીવને આત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે શુદ્ધિ પરમાર્થિક સિદ્ધિનું કારણ, હેતુ તથા નિમિત્ત બને છે.
અનાદિકાળથી સંસારમાં ભમતો જીવ પાંચ કારણોથી કર્મ પુદ્ગલનો સતત આશ્રવ કરતો આવ્યો છે. કર્માશ્રવની આ પ્રક્રિયા કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કે ભવ વખતે બંધ થતી નથી. કર્મરૂપી આવો મહારોગ ન મટવાનું મુખ્ય કારણ એ છે કે જીવ સર્વ પ્રકારનાં ભાવ કરતી વખતે કોઈ ને કોઈ જીવ, પદાર્થ, ક્ષેત્ર આદિ માટે પ્રત્યક્ષ કે પરોક્ષભાવે પોતાપણું સેવી, રાગ, દ્વેષ તથા અજ્ઞાનની સેવા કરી, સતત મિથ્યાદષ્ટિને સેવતો આવ્યો છે. તે જીવ પોતાના જ અસ્તિત્વને ભૂલી, નકાર કરી ૫૨ પદાર્થ કે જીવને પોતાના ગણી, એમાં તાદાત્મ્યભાવ કેળવતો અને અનુભવતો આવ્યો છે. આ ટેવ જીવને અનાદિકાળથી પડેલી છે; અને તે ધારે તો પણ જીવ તે ટેવમાંથી સહેલાઈથી છૂટી શકતો નથી. આ જ કુટેવને સુલટાવી અધ્યાત્મમાર્ગમાં તેનો સદુપયોગ કરવા શ્રી જિનપ્રભુ ભવ્ય જીવોને બોધ આપે છે. ઉદા. વ્યવહારમાં વેપાર કરતી વખતે જીવ પોતાનો માલ ઉધારીથી આપે તો તેને ખોટ ખાવાનો સંભવ રહે છે, જેની સાથે તેણે ધંધો કર્યો છે તે પૈસા આપવામાં નિષ્ફળ જાય તો ઉધાર માલ આપનારને ખોટ ખાવી પડે છે. પરંતુ તે જીવે જો સધ્ધર અને સક્ષમ વેપારી સાથે વેપાર કર્યો હોય તો તેને ખોટ ખાવાનો સંભવ નહિવત્ થઈ જાય છે. ઉપરાંત, આવી સધ્ધર વેપારીની મધ્યસ્થી સાથે તેણે અન્ય વેપારીને માલ આપ્યો હોય તો પણ તેને ખોટ ખાવાનો ભય નડતો નથી, કેમકે સધ્ધર વેપારીની બાંહેધારી હોવાને કારણે તેની કમાણી સુરક્ષિત રહે છે.
શ્રી પ્રભુ ધર્મનો પુરુષાર્થ કરતી વખતે આપણને આ નિયમનું પાલન તથા ઉપયોગ કરવાનો બોધ આપે છે. એક જીવ ‘અ’ બીજા અનેક જીવો જેવાકે ‘બ, ક, ડ' આદિ સાથે વિભાવ કરતો રહે છે. આ વિભાવને કારણે તે કર્મબંધ તો કર્યા જ કરે છે, પણ સાથે સાથે તે અન્ય જીવો સાથે વેર કે અશુભભાવના બંધ પણ બાંધી નાખે છે. આ કારણને લીધે તેને જ્યારે કર્મ ભોગવવાનું આવે છે ત્યારે તેને બાંધેલા વેર તથા અશુભભાવ પણ ભોગવવા પડે છે. પરિણામે તેને જો એ કર્મ નિવૃત્ત કરવું
૧૨૪