________________
કેવળી પ્રભુનો સાથ
સકામ પુરુષાર્થ કરતો નથી. પરિણામે તે જીવ અમુક કાળ સુધી ઉત્તમ નિર્જરા કરી કર્મનો સ્થિતિઘાત કરે છે, પરંતુ સાથે સાથે તે એટલા જ વિભાવ કરી કર્માશ્રવ પણ એટલો જ વધારી નાખે છે. આ જીવ મોટાભાગે સંવરમાર્ગ આરાધતા જીવ કરતાં મોક્ષપ્રાપ્તિને વિશેષ લંબાવે છે, કેમકે તે જીવ જ્યારે જ્યારે કર્મસ્થિતિને તોડે છે, ત્યારે ત્યારે તેનાં અનુસંધાનમાં પોતાનાં યોગની શક્તિને વધારે છે. જેટલી માત્રામાં તેની યોગશક્તિ વધે છે, તેટલી માત્રામાં તેની વિભાવદશામાં આશ્રવ વધતો જાય છે. પરિણામે તેની સ્થિતિ ‘આંધળો વર્ણ અને વાછડો ચાવે' જેવી થઈ જાય છે. આ રીતે પુરુષાર્થ કરતા જીવને કેટલીકવાર એવા ભાવ થઈ જાય છે કે, ‘મેં આટલો બધો પુરુષાર્થ કર્યો, તેમ છતાં કર્મ કે સંજોગોમાં કેમ ઇચ્છિત ફેરફાર થતો નથી ? કેમ મને ઇષ્ટપ્રાપ્તિનુ ફળ મળતું નથી?' તેમાં પણ જો તેને આવા ભાવનું ઉગ્રપણું આવે તો તેને સત્કર્મ, સદ્ગુરુ અને સત્શાસ્ત્ર પ્રતિ શંકા, કાંક્ષા આવે છે અને ક્યારેક તેને આર્તધ્યાન પણ થઈ જાય છે.
આથી શ્રી જિને સંવર માર્ગ તથા નિર્જરા માર્ગ કરતાં મહાસંવરના માર્ગને શ્રેષ્ઠ ગણ્યો છે. તેમણે રોમેરોમથી સર્વ આત્માઓનું કલ્યાણ આ ટૂંકામાં ટૂંકા અને સહેલામાં સહેલા માર્ગથી ઇચ્છયું છે. શ્રી જિને આ માર્ગમાં એવું આયોજન કર્યું છે કે જેથી ઉત્કૃષ્ટ સંવર અને ઉત્કૃષ્ટ નિર્જરા એક જ સમયે કાર્યકારી થાય છે. આ માર્ગે ચાલવાથી ઉત્કૃષ્ટ સંવર તથા ઉત્કૃષ્ટ નિર્જરાનો અનુભવ એકી
સાથે થતો હોવાથી તે પોતાનાં કર્તાપણાના અને ભોકતાપણાના ભાવને એક જ સમયમાં સ્વભાવ તરફ વાળી શકે છે. આમ કરવાથી જીવ સમાન ઉગ્રતાથી કર્મનો જથ્થો તથા સ્થિતિ છેદી શકે છે. આ પુરુષાર્થથી જીવ પોતાનો મોહ તથા સંસારી સુખબુદ્ધિ તોડવા ઉપરાંત અહિંસાનું યોગ્ય પાલન કરે છે, અને પહેલા માર્ગ કરતાં આ માર્ગમાં વધુ તીક્ષ્ણતાથી અને સહજતાથી પોતાના સ્વભાવમાં વધુ એકરૂપ થાય છે. આમ ઘાતીકર્મનાં સમાંતર છેદનથી એ જીવ મુખ્યત્વે શુભ અઘાતી કર્મ બાંધે છે, પરમાર્થ પુણ્ય બાંધે છે, જેનાં ફળરૂપે તેને પરમાર્થિક સિદ્ધિ મેળવવા વિશેષ સાનુકૂળ સંજોગો મળે છે. આ માર્ગમાં ચાલવાથી તેની ઉપયોગની તીક્ષ્ણતા વધે છે,
૧૨૨