________________
કેવળી પ્રભુનો સાથ
છઠ્ઠા ગુણસ્થાને વર્તતા જીવને જ્યારે ભેદજ્ઞાનનું ઊંડાણ મળતું જાય છે ત્યારે તેને લોકમાં રહેલાં છ દ્રવ્યમાંના એક ચેતનની વિશેષતા તથા અનન્યતા સમજાતી જાય છે. તેની સાથે સાથે અન્ય અસ્તિકાયનો ફાળો પણ ચેતન સાથે કઈ રીતે છે તેની તેને સ્પષ્ટતા થતી જાય છે. આ અસ્તિકાયમાંનું પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય આત્મિક ભાવને કર્મરૂપી શરીર આપી, આત્માનાં કર્તાપણા, ભોક્તાપણા તથ નિત્યપણા સાથે અસ્તિત્વ, મોક્ષત્વ અને મોક્ષના ઉપાયરૂપ છ પદનું ભાન કરાવે છે.
જે પ્રક્રિયાથી જીવના ભાવ કર્મરૂપી પુદ્ગલને પોતા ૫૨ આકર્ષે છે, તે પ્રક્રિયાનો લક્ષ થતાં એ જીવને ખ્યાલ આવે છે કે ‘હું સ્વતંત્ર છું. કર્મપુદ્ગલાદિ સર્વ અસ્તિકાય મારા આશ્રિત છે. જો હું યોગ્ય ભાવ કરીશ તો તે સર્વ અસ્તિકાયને કાર્યકારી થવું પડશે. માટે હે આત્મન્! તું જેટલો સ્થિર થઈશ, વિભાવ રહિત થઈશ તેટલા અંશે આ પંચાસ્તિકાય નિષ્ક્રિય થતાં જશે. તારી શુદ્ધિ વધારતાં તું તેમના ૫૨ સિદ્ધ થતો જઈશ.' આ પ્રકારનો બોધ સ્વીકારી તે પોતાની શુદ્ધિ વધારતો જઈ સિદ્ધિને ત્વરાથી મેળવતો જાય છે.
અનાદિકાળથી કર્મભારથી લદાયેલા જીવને પાંચ સમવાયની ગોઠવણી પ્રમાણે તેનો ઉદય વેઠવો પડે છે. એ ઉદય વખતે પોતાનાં જ વીર્યથી બંધાયેલા કર્મનો ગુલામ થઈ, વિભાવમાં જઈ, જીવ નવાં કર્મો ઉપાર્જન કરે છે. આ પ્રક્રિયા અનાદિ સાંત છે. જીવ આ પુદ્ગલ પરમાણુઓનાં આકર્ષણમાં કોઇકવાર શુભભાવ વેદી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓને પણ આકર્ષી સ્વીકારે છે. આ પરમાણુઓમાં શુદ્ધિ અને કરુણા સાથે ‘મહાસંવરનો માર્ગ' પણ ગુપ્ત રીતે સમાયેલો હોય છે. આ માર્ગનો ઉદ્દેશ અને ઉપદેશ એ છે કે, ‘હે જીવ! હવે થોભ! પરિભ્રમણથી અટક. કર્મબંધન આપનાર વિભાવથી વિરામ પામ. અંતર્મુખ થા! તને પૂર્વે ન અનુભવાયેલી એવી અદ્ભુત શાંતિ મળશે.’
આ પ્રકારે ગ્રહણ કરાયેલા કલ્યાણનાં પરમાણુઓની સંખ્યા અમુક માત્રાએ પહોંચે છે અને તેને કોઇક વૈરાગ્યપ્રેરક નિમિત્ત મળે છે, ત્યારે એ જીવમાં સંસારથી છૂટવાની
૧૨૦