________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
કેળવવા માટે આજ્ઞાનો આધાર લેવામાં આવ્યો છે. કેવળજ્ઞાન મેળવ્યા પહેલા જીવ વધુમાં વધુ બે ઘડી સુધી મૂળ સ્વભાવ (ધર્મ)માં રહી શકે છે. એ સમય દરમ્યાન કે પછી જીવનમાં કોઈને કોઈ પૂર્વસંચિત કર્મ કોઇક પ્રકારે ઉદયમાં આવી જીવને તેના મૂળ સ્વભાવથી એટલે કે ધર્મથી ટ્યુત કરે છે. આવા ઉદય વખતે ટકી રહેવા માટે શ્રી જિનેશ્વર દેવે આજ્ઞામાર્ગની બીજી ભૂમિકા અર્થાત્ “આજ્ઞારૂપી તપ' નું નિરૂપણ કર્યું છે. તેની સહાયથી એટલે કે આજ્ઞાથી આચરેલા ધર્મ અને તપથી મુક્તિનો માર્ગ સરળ, સુગમ અને ટૂંકામાં ટૂંકો બને છે. આ પ્રકારે આચરેલી આજ્ઞા જીવને સ્વચ્છંદનો નિરોધ કરાવી, ભક્તિમય સોંપણી દ્વારા છઠ્ઠા ગુણસ્થાને લાવે છે. વિકાસના આ પગથિયે પણ જીવ મહાસંવરના માર્ગનું આરાધન કરતો હોય છે.
છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી જીવને મુખ્યતાએ ત્રણ કારણોથી કર્મ બંધાય છે – પ્રમાદ, કષાય અને યોગ.
પ્રમાદ જીવને અનુદ્યમી બનાવે છે. આ અનુદ્યમ જીવ સંવર કરવામાં, નિર્જરા કરવામાં કે બંને કરવામાં કરી શકે છે. જે ન કરવા માટે શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને બાંધ્યું હતું, કે “હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.” કર્મબંધના પાંચ કારણમાંથી પહેલાં ત્રણ કારણો – મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદમાં જીવ સંવર તથા નિર્જરા કરવામાં લગભગ સરખો પુરુષાર્થ કરે છે. પરંતુ કષાય તથા યોગના કારણમાં જીવે સંવર તથા નિર્જરાના પુરુષાર્થને છૂટા પાડવા પડે છે, કારણ કે
ત્યાં કર્મનું સ્વરૂપ એવું સૂક્ષ્મ થઈ જાય છે કે સંવરથી રોકાતાં કર્મની પ્રક્રિયામાં અને નિર્જરાથી ખેરવાતાં કર્મની પ્રક્રિયામાં ઘણો તફાવત પડે છે. તેથી તેમાં પુરુષાર્થની દૃષ્ટિએ પણ ઘણો તફાવત થાય છે.
જીવ કર્મ ઘટાડવા માટે બે પ્રકારે પુરુષાર્થ કરી શકે છે: સંવર પ્રેરિત નિર્જરાનો અને નિર્જરા પ્રેરિત સંવરનો. પરંતુ આ બે પ્રકારના પુરુષાર્થ વચ્ચેનો ભેદ, જેમ જેમ જીવની આત્મિક શુદ્ધિ વધતી જાય છે તેમ તેમ ઘટતો જાય છે. અને તેથી આગળ વધતાં તે જીવ આ બંને પુરુષાર્થ એક સાથે પણ કરી શકે છે.
૧૧૯