________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આપશે જ. આ સાથે તે યાચકને પોતાના ગજાબહારની કાર્યસિદ્ધિની ઇચ્છા થયા કરે છે. તેનાથી તેને બે મોટા લાભ થાય છે. (૧) યાચક હંમેશા આગળ જ જુએ છે. (૨) ગજાબહારની કાર્યસિદ્ધિની ઈચ્છા કરવાથી તેને પૂર્વે કરેલી કાર્યસિદ્ધિનો માનભાવ આવતો નથી; કારણ કે તે પ્રત્યક્ષપણે અનુભવે છે કે કાર્યસિદ્ધિ તે દાતાની કરુણાનું ફળ છે. આમ તે માનરહિત બની પ્રભુ અને સગુરુ પાસે યોગ્ય પ્રાર્થના તથા વિનંતિ કરતાં કરતાં પોતાનાં મિથ્યાત્વનાં અને મોહનાં અન્ય દળિયાં તોડતો જાય છે. અને સમ્યક્ત્વનો ભોકતા સહજતાથી થઈ જાય છે. અને ત્યારે તે સિદ્ધિ પ્રહતી વખતે તે પ્રભુકૃપાથી સહેજે મહાસંવરના માર્ગનો આરાધક બની જાય છે.
૧૦. ક્ષાયિક સમકિત ફોરવતાં શ્રી સદ્ગુરુનાં આધાર અને સહાયતા મેળવી જીવ ભક્તિમાર્ગે આગળ વધે છે ત્યારે તે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના સર્વ કર્મોનો ક્ષય કરવા તથા શુધ્ધ સમકિત પ્રાપ્ત કરવા સભાગી થાય છે. ત્યારથી તેને આત્માની પ્રતીતિ નિરંતર રહ્યા કરે છે. આવી પ્રતીતિના પ્રભાવથી તેનું આજ્ઞામાર્ગ પ્રતિનું આકર્ષણ વધતું જાય છે. કર્મકટિનું આ કાર્ય કરતી વખતે પ્રભુકૃપાથી તે સંવર તથા મહાસંવરના માર્ગની આરાધના કરે છે. આ આરાધનાની અસરથી તેને જણાય છે કે, “મારે હવે જલદીથી આજ્ઞામાર્ગમાં પ્રવેશ કરવો છે. મારું બાહ્ય વર્તન મને સંતોષકારક જણાતું નથી. અઢાર પાપસ્થાનકોમાંનાં કેટલાંક સ્થાનોને હું દ્રવ્યથી અથવા ભાવથી અગર ઊભય રીતે સ્પર્શ છું. મારી આંતરબાહ્ય ચર્યા એવી થતી જાઓ કે સહજતાએ આ બંને ચર્યા શુધ્ધ તેમજ શુકુલ થતી જાય.'
આમ પોતાનો આત્મવિકાસ સાધતા સાધતા તે જીવ દ્રવ્યથી તેમજ ભાવથી ધર્મનું શુધ્ધ પાલન કરવાનું કપરું કાર્ય પાર પાડવા ઈચ્છતો રહે છે. આ ઇચ્છા મનમાં રમ્યા કરતી હોવાને કારણે તેને પોતાની વર્તમાન ચર્યા નબળી લાગે છે, અને તે સહજતાએ પોતાને હીનપુરુષાથી સમજતો થાય છે. પરિણામે તે જીવ સહેજે – સ્વાભાવિક રીતે પોતાના પૂર્વના વિભાવની ક્ષમાપના કરવા લાગે છે; અને પોતે ઇચ્છેલું કપરું જણાતું કાર્ય સિદ્ધ કરવા માટે તે પ્રાર્થના કરતો થાય છે. એનાં ફળરૂપે
૧૧૭