________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” અપૂર્વ. અપૂર્વ અવસરની આ કડીમાં શ્રી રાજપ્રભુએ બીજા માર્ગની જાણકારી ને (હે જીવ! ક્યા ઇચ્છત હવે, હે ઇચ્છા દુઃખ મૂલ, જબ ઇચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ) અપૂર્વ આરાધનથી પહેલા માર્ગમાં પરિણમાવવાની પ્રક્રિયાને ગુપ્તપણે સમાવી છે.
ચારિત્રની ખીલવણીરૂપ પહેલા માર્ગની સમજણ (પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા અને તાદાસ્યભાવ) તેમને તેમના પરમ આજ્ઞાંકિત સખા પ.પુ. સૌભાગભાઈના આરાધનનાં અવલોકનથી મળી હતી. એમને મળેલી બીજા માર્ગની આજ્ઞાને કારણે એમણે છે પદનો પત્ર (આંક ૪૯૩) પ્રભુશ્રી માટે લખ્યો હતો. એ જ ભાવને વધારે ગૂઢ કરીને, સૂક્ષ્મ કરીને, પરમ આજ્ઞાની પ્રસાદીરૂપે છ પદના પત્રને પહેલા માર્ગમાં (ચારિત્રની ખીલવણીની પ્રધાનતાના માર્ગમાં) ગૂંથીને, પૂર્ણ આજ્ઞારૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરિણમાવ્યો છે. આ શાસ્ત્ર, ક્ષેપક શ્રેણિએ જતાં પહેલાં જે પરિપૂર્ણ વીતરાગમય સ્થિતિ આત્મા અનુભવે છે, એ માટે જે શુદ્ધિ, આજ્ઞા, ચારિત્ર, જ્ઞાન, દર્શન અને વીર્ય ફૂરાયમાન થાય છે તે સ્થિતિના અનુભવમાં તરબોળ એવા વિરલા આત્માના ચારિત્ર ફૂરિત ભક્તિમાર્ગની સુંદર પ્રસાદી છે. આ માર્ગની જાણકારીનું જે ઋણ તેમણે લીધું હતું તેનો ગુપ્ત અહોભાવ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં વર્ણવાયેલો છે.
આ પરથી એક નિયમ સમજાય છે કે પહેલા માર્ગને આચરવા માટે પ્રત્યક્ષ સદ્દગુરુની મોજુદગી અથવા પરમ આજ્ઞામય સંતના સંગની અનિવાર્યતા છે. આ માર્ગના ગુપ્ત રહસ્યો સર્વ આત્મા માટે ઉત્કૃષ્ટ કલ્યાણભાવ વેદનાર વિરલા આત્માને જ અનુભવાય છે, કે જેઓ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કવચથી વિભૂષિત થયા હોય છે. આ માર્ગની જાણકારી મેળવ્યા પછી સામાન્યપણે જીવ ક્ષેપક શ્રેણિ જ માંડે છે. જે વિરલા જીવોને આ જાણકારી વહેલી આવે છે, તેમને પુણ્યને પરિણાવવાની પ્રક્રિયા કરવાનો સુયોગ સાંપડે છે. સાથે સાથે એમનાં વાણી, વર્તનમાં પંચપરમેષ્ટિ ભગવંતનો પરમ નિસ્પૃહ કલ્યાણભાવ વધારે નીતરતો હોય છે.
૧૦૯