________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી તીર્થંકર પ્રભુના આત્માનો વિકાસ પણ ભક્તિમાર્ગના બે ફાંટામાંથી એકને અનુસરીને થતો હોય છે. ચારિત્રની ખીલવણીને પ્રાધાન્ય આપી પહેલો પ્રકાર સ્વીકારનાર શ્રી તીર્થંકર પ્રભુને સમકિત અને કેવળજ્ઞાન વચ્ચે ઘણો ઓછો કાળ ગાળવાનો વખત આવે છે, કેમકે ચારિત્રની વિશુદ્ધિથી સંવર તથા નિર્જરા બંને જોરદાર રીતે તેમને થતાં રહે છે. ત્યારે જ્ઞાનદર્શનની ખીલવણીથી ચારિત્ર ખીલવવાનો બીજો માર્ગ સ્વીકારનાર તીર્થંકર પ્રભુને સમકિત તથા કેવળજ્ઞાન વચ્ચે અપેક્ષાએ વિશેષ લાંબો ગાળો પસાર કરવો પડે છે, કેમકે ચારિત્ર પહેલાં ખીલતાં જ્ઞાનદર્શનને કારણે અમુક માનભાવ તથા સુખબુદ્ધિને કારણે આવતાં આવરણો કાઢતાં વિશેષ કાળની જરૂર પડે છે.
કોઈ અપવાદરૂપ તીર્થંકર પ્રભુ બંને માર્ગે ચાલે છે. ઉદા. શ્રી કૃપાળુદેવ. એમના આત્માએ બીજા માર્ગનું અમુક અશુદ્ધિથી પાલન કરીને ઉપશમ શ્રેણિ અનુભવી. તે વખતે તેમના આરાધ્યદેવ હતા શ્રી મહાવીર પ્રભુ. એ જ આત્માએ શ્રી રાજપ્રભુના ભવમાં પહેલા માર્ગનું આચરણ કરી, બીજા માર્ગની સહાયતા લઈ, એ જ જન્મમાં કેવળ લગભગ ભૂમિકા સુધીનો વિકાસ કર્યો હતો. આવી બેવડી મહેનતના ફળરૂપે રાજપ્રભુનાં જીવનમાં એમનાં જ્ઞાનદર્શન તથા ચારિત્રની ખીલવણી વાયુવેગે થયેલ હતી. વળી, પુણ્ય કર્મનું વિશિષ્ટ પરિણમન કરી તેમણે દેવલોકનો ભવ પણ કુદાવી દીધો. ક્ષાયિક સમકિત લીધા પછી એમનામાં પહેલા માર્ગનું મહાત્મ્ય વિશેષતાએ પ્રગટયું હતું. જે એમણે ‘શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય' (વીસ દોહરા)માં ગુપ્ત રીતે સમજાવ્યું છે. ‘યમ નિયમ’ કાવ્યમાં પણ આ ભાવની ઝાંખી જોવા મળે છે – “૫૨ પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે.” આ ભાવના વધતાં વધતાં એટલી તીવ્ર અને તીક્ષ્ણ બની કે એમના આત્માએ સર્વ માર્ગની જાણકારીને (બીજા માર્ગના આધારે) અપૂર્વ રીતે શ્રી પ્રભુની આજ્ઞાની પ્રસાદીમાં પરિણમાવી.
“એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો,
૧૦૮