________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
માટે મહાનિમિત્ત બન્યું હતું. તેના સહારે તેમણે શ્રી મહાવીર પ્રભુ પ્રતિનો પોતાનો સૂમ રાગ ક્ષીણ કર્યો, અને અહોભાવ મેળવી પૂર્ણ આજ્ઞામાં પરિણમન કર્યું હતું.
શ્રી પ્રભુએ પ્રસરાવેલા કલ્યાણભાવનો આધાર તથા સહાયતા મેળવી, શ્રી તીર્થંકર પ્રભુ, કેવળીપ્રભુ અથવા તો શ્રી પુરુષના યોગબળની સહાયથી પોતાના પુરુષાર્થને ફોરવી, જીવ મિથ્યાત્વને દબાવી, અવ્યક્તપણે માર્ગની જાણકારી મેળવી, અસંખ્યાત સમયથી વધારે સમય માટે દેહ તથા આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માંડે છે. અને પોતાના પુરુષાર્થ પ્રમાણે ઉત્તમ આત્માનો સાથ મેળવી મહાસંવરના માર્ગને આરાધી, આત્મદશામાં આગળ વધતાં વધતાં જીવ જ્યારે પાંચ મિનિટ સુધી દેહાત્માની ભિન્નતા અનુભવવા સુધીનો વિકાસ કરે છે ત્યારે તે ઉપશમ સમ્યકત્વ પામ્યો કહેવાય છે. આઠ સમયથી વધારે કાળની ભિન્નતાથી શરૂ કરી પાંચ મિનિટ સુધીની ભિન્નતાના અનુભવને “નિશ્ચયથી વ્યવહાર સમકિત’ ગણવામાં આવે છે. આ કાળમાં જીવના પોતાના પુરુષાર્થ કરતાં ઉત્તમ પુરુષનું યોગબળ વિશેષ કાર્યકારી થતું હોય છે, ત્યારે પાંચ મિનિટથી વિશેષ સમયની ભિન્નતા અનુભવવા માટે જીવનો પુરુષાર્થ તથા તેનું સંજ્ઞાના ઉપયોગ સાથેનું આજ્ઞાધીનપણું વિશેષ કાર્યકારી થતું હોય છે. તેથી પાંચ મિનિટ પછીની ભિન્નતાનો અનુભવ ઉપશમ સમકિત તરીકે ઓળખાય છે.
૯. ક્ષયોપશમ સમકિત મેળવતાં એક વખત ઉપશમ સમકિત પ્રાપ્ત કર્યા પછી જીવની કર્મ સામે લડવાની શક્તિ વધી જાય છે. તેને સદ્ગુરુનાં શરણમાં રહેવાની જરૂરિયાત સમજાતી જાય છે, સાથે સાથે તે માટે શિષ્ય તરીકે તેનામાં કેવી યોગ્યતા હોવી જોઈએ તેનો લક્ષ પણ તેને આવતો જાય છે. તે ઉપરાંત સદ્ગુરુ તથા ઉત્તમ સપુરુષ પાસેથી તેને જે માર્ગદર્શન મળે છે તેના આધારે મોક્ષમાર્ગની સાચી સમજણ અવ્યક્ત કે વ્યક્તપણે વધતી જાય છે, અને કર્મ બંધાવાનાં જે પાંચ કારણો છે તેનો ક્ષય કઈ રીતે કરતા જવો તેની આવડત પણ તેનામાં આવતી જાય છે. આ આવડતનો ઉપયોગ કરી તે કર્મ સામે સ્વતંત્ર તથા સક્રિય લડાઈ કરી જીતતો જાય છે.
૧૧૧