________________
કેવળી પ્રભુનો સાથ
આ મુખ્ય કારણથી શ્રી મહાવીર પ્રભુએ શ્રી ગૌતમસ્વામીને ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦મા “સૂકાં પાન” નામના અધ્યયનમાં ૩૬ વખત કહ્યું છે કે “સમય ગોયમ્ મા પમાયએ' (હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.). સામાન્યપણે પૂર્ણ વીતરાગની વાણી ત્રીજા પુરુષમાં પ્રકાશિત થતી હોય છે, તેમ છતાં શ્રી મહાવીર પ્રભુએ આ કિસ્સામાં પહેલા પુરુષમાં ગૌતમસ્વામીને સંબોધન કર્યું છે, તે વિચારણીય છે. તેનાં કારણો આ પ્રમાણે વિચારી શકાય. ભક્તિમાર્ગનાં ગૂઢ તથા ઊંડા રહસ્યો માત્ર પંચપરમેષ્ટિ ભગવાનને જ છદ્મસ્થપણામાં અનુભવાય છે; અન્ય જીવો આ માર્ગનો યથાર્થ સાર પામી શકતા નથી. તેથી જો સર્વ જીવોને આ રીતે સંબોધવામાં આવે તો તેઓ યથાર્થ દશા તથા રહસ્ય પામવાની શક્તિ ન હોવાને કારણે પ્રભુની આજ્ઞા યથાયોગ્ય રીતે પાળી શકે નહિ, તેથી તેઓ વિનાકારણ આજ્ઞાભંગના દોષમાં સપડાઈ જાય. આવું અકાર્ય સર્વજ્ઞપ્રભુ શી રીતે સ્વીકારે? તેથી જેમને જરૂરિયાત છે તે ગૌતમસ્વામીને જ અને તેમની કક્ષાના ઉચ્ચ આત્માઓને જ તેમણે આ બોધ આપ્યો છે.
શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન લેવામાં થોડો વિશેષ સમય ગયો હતો તે સૂચવે છે કે એમના આરાધનનો ધુવકાંટો ભક્તિમાર્ગના બીજા ફાંટા પરનો હતો. શ્રી મહાવીર પ્રભુ પ્રતિનો એમનો જે રાગ વર્ણવાયો છે, તે રાગને કારણે તેમને સૂમ માન નડતું હતું. આ અધ્યયનમાં એમને ૩૬ વખત અપ્રમાદી થવાનું જણાવી શ્રી પ્રભુએ ગૌતમસ્વામીને માન મોડી સાધુના ૩૬ ગુણોમાં પરિણમન કરવાનું ઇજન આપ્યું છે. એમાં, જે કલ્યાણનાં પરમાણુઓ તેમના આત્મા પર હતા, તેનો શુધ્ધ ઉપયોગ કરી, તેમાંથી માનભાવને કાઢી, તેની જગ્યાએ ઉત્તમ અહોભાવ પૂરવાનો (substitute) સંદેશો સમાયેલો છે. આ કાળ પછી ગૌતમસ્વામીને બોધ આપવાનો યોગ શ્રી પ્રભુને ન હતો કેમકે આ તેમની છેલ્લી જ દેશના હતી, અને ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન તેમના નિર્વાણ પછી તરતમાં જ હતું. તેથી તેમને પહેલા પુરુષમાં સંબોધી સબોધ આપ્યો હતો, વળી, શ્રી મહાવીર પ્રભુએ અપ્રમાદી થવા પર વિશેષ ભાર મૂકી, શ્રી ગૌતમસ્વામીનો જે આંતર પ્રશ્ન હતો કે, “મારું કેવળજ્ઞાન ક્યાં રોકાયું છે?” તેનો ઉત્તર આપી પોતે ગૌતમ પ્રતિના ઋણથી મુક્ત થયા હતા. આ વચન શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન લેવા
૧૧૦