________________
કેવળી પ્રભુનો સાથ
પ્રકારે કરેલા અંતરાય કર્મના ક્ષય સાથે તે જીવ નવાં અંતરાય કર્મનો બંધ કરે છે. આ મક્કાજામાંથી જીવ ત્યારે જ છૂટી શકે છે કે જ્યારે એ કોઈ પણ માર્ગથી માન તથા અંતરાય કર્મનો ક્ષય લગભગ સાથોસાથ કરે છે.
આ મકડીજાલને લક્ષમાં રાખીને શ્રી જ્ઞાની મહાત્માઓએ ભક્તિમાર્ગનું નિરૂપણ કર્યું છે. સિદ્ધિ પામવા માટે ભક્તિમાર્ગ ખૂબ સરળ માર્ગ છે, સુગમ માર્ગ છે. ભક્તિનો માર્ગ એ આજ્ઞામાર્ગ, નિર્ગથમાર્ગ, નિર્વાણમાર્ગ અને પરિનિર્વાણમાર્ગને સ્પર્શવાનો, અનુભવવાનો અને સિધ્ધ કરવાનો ધોરી માર્ગ છે. તેનું રહસ્ય એ છે કે ભક્તિમાર્ગનો મુખ્ય ઘટક (Constituent) ‘વિનય” છે. ભક્તિમાર્ગમાં વિનયનું મુખ્યપણું હોવાથી જીવ સહજતાએ માન કષાયનો ત્યાગ કરી શકે છે, અને સાથે સાથે પૂર્વે બાંધેલી અંતરાયો પણ તોડતો જાય છે. પરંતુ ભક્તિ ઉપજવી એ જ બહુ કઠણ કાર્ય છે. આ કાર્ય કોઈ વિરલા જીવો જ કરી શકે છે. ભક્તિ દ્વારા જીવ માન અને અંતરાયનો એક સાથે ક્ષય કરી શકે છે, અને તે પણ પ્રારંભમાં, તેથી મનુષ્ય માટે એ ઘણું કઠણ થાય છે કેમકે મનુષ્ય ગતિમાં જીવને માનનો ઉદય વધારે રહેતો હોય છે. માન તથા અંતરાયનો ક્ષય કર્યા પછી તે જીવ જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો ક્ષયોપશમ વધારે છે, તેનાં ફળ રૂપે જીવને ભક્તિમાર્ગથી વૈરાગ્ય જલદીથી ઉપજે છે. પરંતુ શરૂઆતમાં તે જીવને જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ જલદીથી થઈ શકતી નથી, તેનું વીર્ય માન અને અંતરાય ક્ષીણ કરવામાં વિશેષ વપરાઈ જતું હોય છે.
એક અપેક્ષાએ આ સ્થિતિ જીવને લાભનું કારણ થાય છે. જીવને જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ પૂરતા પ્રમાણમાં હોતી નથી ત્યારે તેને પોતાનાં વિશેષ જાણપણા માટે સત્સંવ, સદ્ગુરુ અને સત્કર્મનો આશ્રય લેવો પડે છે. તે વખતે તેને અંતરંગમાં એવા ભાવ થાય છે કે પોતે અલ્પજ્ઞ છે, પોતાનું સામર્થ્ય ઘણું ઓછું છે, અને કલ્યાણ કરવું છે. આને લીધે તે લઘુત્વ પામી પ્રભુને વિનવે છે કે, “પ્રભુ! ગુરુજી! મને આશ્રય આપો. કલ્યાણ પામવામાં મને સહાય કરો.” આ ભાવથી તેનો વિનયભાવ વધે છે. અને પરિણામે તે જીવ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ ખેંચી શકે છે. આ પરમાણુઓ ભેટ રૂપે આવવાથી તેનાં અંતરાય કર્મ તૂટતાં
૧/૪