________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
કર્મો તથા સર્વ અશુભ અઘાતી કર્મો નીકળી જાય છે, અને આસપાસના અન્ય પ્રદેશો પર વેરાઈ જાય છે. એ પ્રદેશો પર માત્ર શુભ અઘાતી કર્મો અને શુભ કલ્યાણનાં પરમાણુઓ જ રહે છે. આ પ્રદેશો કેવળીપ્રભુના આત્મપ્રદેશો જેવા શુધ્ધ હોવાથી ‘કેવળી ગમ્ય પ્રદેશ તરીકે ઓળખાય છે. જીવ કેવળીગમ્ય પ્રદેશો મેળવવાની પ્રક્રિયા આઠ સમયથી અસંખ્યાત સમયની ભિન્નતા અનુભવવાના કોઈ પણ કાળ દરમ્યાન કરી શકે છે. અને કેવળીગમ્ય પ્રદેશો પ્રાપ્ત કર્યા પછી જ જીવ આગળ વધવા માટે શ્રી કેવળીપ્રભુનો સાથ લઈ શકે છે.
કેવળીગમ્ય પ્રદેશો મેળવવાની પ્રક્રિયા કરવામાં જીવે શ્રી અરિહંત પ્રભુના સાથથી મહાસંવરના માર્ગને આરાધવાનો રહે છે. પરંતુ આટલા ઓછા સમયનું જ્ઞાન તે જીવને પ્રવર્તતું ન હોવાથી ભૂલ થવાનો સંભવ ઘણો વધારે રહે છે, અને પરિણામે તેણે શરૂ કરેલી પ્રક્રિયા અધવચ્ચે જ તૂટી જાય છે, અને તે પ્રદેશો પરથી નીકળવા લાગેલા અશુભ પરમાણુઓ નીકળતા અટકી જઈ, ફરીથી ત્યાં નવાં કર્મ પરમાણુઓનો ઘટ્ટ જમાવ થઈ જાય છે. ફરીથી યોગ મળતાં જીવ પુરુષાર્થ કરી આત્મપ્રદેશો શુધ્ધ કરવા માટે પ્રયાસી થાય છે, વળી વિઘ્ન આવતાં તે પ્રક્રિયા છૂટી જાય છે. આવું અનંતવાર બન્યા પછી, એક વખત જીવ પોતાનાં વીર્યને યથાર્થતાએ ફોરવી આઠ પ્રદેશોને આઠ જ સમયમાં શુધ્ધ કરવામાં સફળ થાય છે. આ સફળતા આવે ત્યારે તે “ગ્રંથિભેદ કરી આઠ કેવળીગમ્ય પ્રદેશો મેળવવા સભાગી થાય છે. એ આઠ પ્રદેશો પર જે ઘાતી કર્મોનો જમાવ હોય છે તે ઘટ્ટ હોવાથી ‘ગ્રંથિ’ – ગાંઠ જેવું કામ કરે છે. આ સર્વ ઘાતકર્મ તથા સર્વ અશુભ અઘાતી કર્મ ત્યાંથી નીકળી જાય ત્યારે તેણે “ગ્રંથિભેદ' કર્યો એમ કહી શકાય. આવો ગ્રંથિભેદ કરવાનો પુરુષાર્થ જીવે પહેલા ગુણસ્થાને કરવાનો હોય છે. પહેલા ગુણસ્થાને રહેલી આ ગ્રંથિ તોડ્યા વિના જીવ ચોથા ગુણસ્થાને આવી શકતો નથી, કેમકે તેનો દેહાત્માની ભિન્નતાનો કાળ અસંખ્યસમયથી કેવળીગમ્ય પ્રદેશના સાથ વિના વધી શકતો નથી. એક વખત કેવળીગમ્ય પ્રદેશો પ્રગટ થયા પછી, તે ક્યારેય અશુધ્ધ કે ઘાતકર્મનાં પરમાણુઓ સહિત બનતા નથી. આમ આત્માના વિકાસ માટે ગ્રંથિભેદ થવો એ અનિવાર્ય પ્રક્રિયા છે.
૧૦૧