________________
કેવળી પ્રભુનો સાથ
નિરાવલંબનપણે તથા નિર્માનીપણે થયેલા હોય છે, તેથી જીવ સમસ્ત તેમના આશ્રયે આવે તો પણ તેમનું કલ્યાણ કરવાની સમર્થતા તેમનામાં પ્રગટ થાય છે. આ પ્રકારે સમર્થતાથી જીવ સમસ્ત માટે કલ્યાણભાવ કરનાર તો એક અને અનન્ય એવા શ્રી તીર્થંકર પ્રભુજી જ છે. આમ પોતાના ઉત્તમોત્તમ ભાવના પ્રભાવથી પ્રાથમિક આત્મિક સિદ્ધિ કરાવવાની શક્તિ માત્ર તેમનામાં જ પ્રગટ થાય છે; અન્ય કોઈ આત્મા એ શક્તિ પામતા નથી. પરંતુ નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યા પછીની આત્મિક સિદ્ધિ મેળવવામાં શ્રી અરિહંત પ્રભુના સાથ ઉપરાંત શ્રી કેવળીપ્રભુનો સાથ પણ એવો જ ઉપકારી થઈ શકે છે.
૭. કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ
શ્રી અરિહંત પ્રભુનાં આશ્રયથી અને સાનિધ્યથી જીવ દેહ તથા આત્માની ભિન્નતાનો અનુભવ આઠ સમય સુધી વધારે છે. અને એ જ રીતે તે અરિહંત પ્રભુના ઉપકાર નીચે તેના દેહ સાથેની ભિન્નતા અસંખ્ય સમય સુધી વધારી શકે છે, તેનાથી વિશેષ સમયની ભિન્નતા કેળવવા માટે તેને કેવળીગમ્ય પ્રદેશો મેળવવાની અનિવાર્યતા છે, કારણ કે જીવને અસંખ્યાત સમયવર્તી જ્ઞાન વર્તતું હોવાથી, વિશેષ સમયની ભિન્નતા કેળવવી એ તેની સ્વતંત્રતાની બાબત બની જાય છે, એટલે તેની ઇચ્છા વિના આ ક્રિયા થઈ શકતી નથી.
આ ઉપરાંત, જીવ જો કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ કરે તો આઠ સમયથી અસંખ્ય સમય સુધીની ભિન્નતા અનુભવવા માટે શ્રી અરિહંત પ્રભુ ઉપરાંત શ્રી કેવળી પ્રભુનો સાથ પણ મેળવી શકે છે. જીવ જ્યારે આઠ સમયની દેહાત્માની ભિન્નતા અનુભવવા ભાગ્યશાળી થાય છે ત્યારે તેનામાં કેવળીગમ્ય પ્રદેશો પામવાની પાત્રતા પ્રગટ થાય છે. તેમાં તે જીવ પોતાના આઠ રુચક પ્રદેશ ઉપરાંત પ્રત્યેક રુચક પ્રદેશની બાજુના એક અશુધ્ધ પ્રદેશને શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી, માત્ર આઠ જ સમયમાં પોતાનો પુરુષાર્થ ભેળવી શ્રી કેવળીપ્રભુના આત્મપ્રદેશ જેવા શુધ્ધ કરે છે. એટલે કે એ રુચક પ્રદેશની બાજુના આઠ અશુધ્ધ પ્રદેશ પરથી સર્વ ઘાતી
૧૦૦