________________
કેવળી પ્રભુનો સાથ
કરતાં ઊંચું હોય છે અને જીવનું આજ્ઞાધીનપણું પ્રવર્તતું હોય છે, ત્યારે જીવ પોતાથી વિશેષ એવા સદ્ગુરુ પાસે વિશેષ ધ્યાનથી અને વિશેષ એકાગ્રતાથી એમની શુભ ચેષ્ટાને પાળવાના ભાવ કરે છે, તેથી તેની અંતરાય જે સર્વ કર્મમાં સૌથી બળવાન છે તે તૂટયા કરે છે. વળી પોતાના સદ્ગુરુ પાસે પંચપરમેષ્ટિનો સાથ લઈ વીર્ય અને શક્તિ માગવા દ્વારા સહજતાએ એ પંચપરમેષ્ટિ ભગવંત પાસે વીર્ય માગે છે. તે કરવાથી તેની અંતરાયો ઘણી વિશેષ તૂટે છે. આ માર્ગથી એ પોતાને જ નહિ, પણ પોતાના ગુરુને પણ જ્ઞાનદર્શનના ખુલાસા માટે નિમિત્તરૂપ થાય છે. પરિણામે તે બળવાન પરમાર્થ પુણ્ય બાંધે છે. આ પરમાર્થ પુણ્ય એવા પ્રકારનું હોય છે કે તેના સાથથી આત્મા સંસારી શાતાવેદનીય કર્મને પરમાર્થ પુણ્યમાં પલટાવી, તે પુણ્યને હડસેલો મારી કેવળજ્ઞાન પછી ભોગવાય તેવા પ્રકારનું કરે છે. પરિણામે કેવળજ્ઞાન જલદીથી પ્રગટે છે. ઉદાહરણ માટે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' લખવામાં સૌભાગભાઈ તથા અંબાલાલભાઈની ભક્તિનો ફાળો વિચારી શકાય. તેનું સમર્થન કરતી આ કડી વિચારો
“એવો માર્ગ વિનયતણો, ભાષ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.”
૪. આ કડી પર વિચારણા કરતાં ભક્તિમાર્ગની એક બીજી વિશેષતા પ્રગટ થાય છે. ભક્તિમાર્ગનો પાયો જ્ઞાન કે દર્શન પર નહિ પણ ચારિત્ર પર રચાયેલો છે. ચારિત્ર એટલે આત્માના ચાર ગુણ ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચને એકત્રિત કરવા. આમ કરવાથી જીવ દર્શનમોહ અને ચારિત્રમોહ બંનેનો ક્ષય જલદીથી કરી શકે છે.
—
અત્યાર સુધીની વિચારણાને આધારે આપણે સમજી શકીએ છીએ કે આત્મશુદ્ધિ કરવા આપણે પ્રમાદરહિત બની પુરુષાર્થ કરવાની જરૂર છે. પ્રમાદનો ત્યાગ કરી,
૭૪