________________
नष्टे मनसि समन्तात्सफले विलयं य सर्वतो याते । निष्फलमुदेति तत्त्वं निर्वातस्थायिदीप इव ॥३६।।
જ્યારે મન ભસ્મથી ઢંકાયેલા અગ્નિની પેઠે દેખાતું નથી અને કલા સહિત સર્વથા પાણીના પ્રવાહની અંદર પડેલા અગ્નિની પેઠે વિલય પામે છે, ત્યારે પવન વિનાના સ્થાનમાં રહેલા દીવાની પેઠે સંપૂર્ણ આત્મજ્ઞાનરૂપ તત્ત્વ પ્રગટ થાય છે. (૩૬)
अंगमृदुच्यनिदानं स्वेदनमर्दनविवर्जनेनापि । स्निग्धीकरणमतैलं प्रकाशमानं हि तत्त्वमिदम् ॥३७।।
આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે તેનું શરીર સ્વેદન અને મર્દન સિવાય પણ કોમળતા ધારણ કરે છે, અને તેલ વિના પણ સ્નિગ્ધતા પ્રાપ્ત કરે છે. (૩૭)
– હેમચન્દ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર
બારમો પ્રકાશ.