________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે. સંવરની તીક્ષ્ણતાથી આત્મિક પુરુષાર્થની શુદ્ધિનો નિર્ણય થાય છે. આમ સંવર એ જીવનાં અપૂર્વ આરાધનનું મુખ્ય કારણ છે. તેથી સંવરને ઊંડાણથી વિચારવો જોઈએ. સંવરના મુખ્ય બે પ્રકાર જોવામાં આવે છે –
(૧) કુકર્મને રોકવાની પ્રક્રિયા કે પુરુષાર્થ (નકારાત્મક વલણ). (૨) સ્વભાવને વિકસાવવાની પ્રક્રિયા કે પુરુષાર્થથી ઉપજતો જીવનો કુકર્મ પ્રત્યેનો
સહજ નકાર. (હકારાત્મક વલણ). અનાદિકાળથી જીવ પૂર્વસંચિત કર્મના ભોગવટા સાથે અકામ નિર્જરા કરી નવાં નવાં કર્મો બાંધતો આવ્યો છે. ફરીથી તે કર્મ ભોગવતી વખતે નવાં કર્મ ઉપાર્જન કરી સંસારમાં સતત પરિભ્રમણ કરતો રહ્યો છે. સંજ્ઞીપણામાં તેમજ અસંજ્ઞીપણામાં ઝોલાં ખાતાં ખાતાં જન્મમરણની સંતતિ વચ્ચે આવા જીવો સતત ભીસાતા રહે છે.
આવા સંજોગોમાં તેને ક્યારેક ક્યારેક ધર્મપ્રાપ્તિ થતી હોય છે. ધર્મ એ એવો માર્ગ છે કે જેને આરાધતાં, તે સમયે જીવ પુદ્ગલ પરમાણુઓના આશ્રવ કરતાં નિર્જરા વધારે કરી શકે છે. આથી જે જે સમયે જીવની નિર્જરા આશ્રવ કરતાં વધારે થાય છે, તે તે સમયે તે જીવ ધર્મમાં છે એમ વ્યવહારનયથી કહેવાય છે. આવા સમયમાં જીવને શાતાના અને પુણ્યના બંધ થોડા વધારે થતા હોય છે. આ વિશે વિચારતાં સમજાય છે કે જીવ અજ્ઞાન અવસ્થામાં ધર્મને બે પ્રકારે આરાધતો હોય છે. બીજી રીતે કહીએ તો અકામ નિર્જરાના બે ભેદ જોવામાં આવે છે.
(૧) વિશેષ નિર્જરાથી ઉપજતો આશ્રવનો સંહાર. (૨) વિશેષ આશ્રવના સંહારથી થતી નિર્જરાની વિશેષતા.
પહેલા માર્ગમાં જીવ આશ્રવની ગતિને ઓછી કરતો નથી, પરંતુ નિર્જરાની ગતિ વધારે છે અને એ દ્વારા પોતા પરનો કર્યભાર હળવો કરે છે. બીજા માર્ગમાં જીવ આશ્રવની ગતિ ઓછી કરે છે અને નિર્જરાની ગતિ એટલી જ રાખે છે, અર્થાત્ આશ્રવની સરખામણીમાં નિર્જરા વધારી પોતા પરના કર્મભારને હળવો કરે છે.
૯૪