________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આ બળથી એ પ્રદેશો શ્રી અરિહંત ભગવાનના આજ્ઞારસ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓમાં રહેલા અરિહંત પ્રભુના લ્યાણરસની સમાનતા જોઈ; તેના પ્રતિ આકર્ષાય છે. આ રુચક પ્રદેશોને મૂળ આકૃતિમાં આવતાં આઠ સમય લાગે છે.
શ્રી અરિહંત પ્રભુને સમય સમયનું પૂર્ણ જ્ઞાન વર્તે છે, તેના થકી તેઓ જીવના રુચક પ્રદેશોને મૂળ આકૃતિમાં એક સમય (પ્રદેશનો નાનામાં નાનો ભાગ) માટે લાવે છે, અને જીવને રુચક પ્રદેશના માધ્યમથી મિથ્યાત્વના પંજામાંથી એક સમય (કાળનો નાનામાં નાનો ભાગ) માટે છોડાવી, એક સમય (ક્ષેત્રનો નાનામાં નાનો ભાગ) માટે ઉપર ચડાવે છે, જેથી એ જીવ એક સમય માટે મિથ્યાત્વના ઉદયથી અને બંધનથી પર થાય છે.
તીર્થંકરનો પ્રદેશ
અનુસંધાન
ચક તે પ્રદેશો
આ ચક પ્રદેશો શ્રી અરિહંત પ્રભુના પ્રદેશને ઓળખે છે. વળી, શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓમાં શ્રી અરિહંતનાં કલ્યાણનાં પરમાણુઓ તો હોય જ છે, અને એ જ આત્મા પાસે (શ્રી અરિહંત પ્રભુના આત્મા પાસે) એક એક સમયનું જ્ઞાન છે. (સિદ્ધ પ્રભુ અક્રિય છે, અને બીજા પરમેષ્ટિ ભગવંત છદ્મસ્થ હોવાથી અસંખ્યાત સમયવર્તી જ્ઞાન ધરાવે છે). સમય એટલે કાળ તથા ક્ષેત્રનો નાનામાં નાનો ભાગ. આ બધાં કારણોને લીધે માત્ર અરિહંત પ્રભુ જ અંતવૃત્તિસ્પર્શ સંજ્ઞીપંચેન્દ્રિય જીવને કરાવી શકે છે.