________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી અરિહંત પ્રભુના જણાવ્યા પ્રમાણે યથાર્થ સંવર એટલે આશ્રવની ગતિને વિશેષતાએ ઘટાડવી અને એ જ વખતે નિર્જરાની ગતિને વિશેષતાએ વધારવી. એક અપેક્ષાએ આ રીતિને મહાસંવરના માર્ગનું આરાધન કહી શકાય.
‘નિર્જરાથી નિપજતા આશ્રવનો સંહાર કરવારૂપ અકામ નિર્જરા'ના પહેલા પ્રકારમાં જીવ સંવર કરવામાં પ્રમાદ કરે છે, ત્યારે “આશ્રવના સંહારથી નિર્જરાની વિશેષતા” કરવારૂપ અકામ નિર્જરાની બીજા પ્રકારમાં જીવ નિર્જરા કરવામાં પ્રમાદ કરે છે. ઉત્તમ સંવર કરતી વખતે જીવ આશ્રવને વિશેષતાએ તોડવા સાથે નિર્જરાને પણ એ જ સમયે વધારતો જાય છે. આશ્રવ ક્ષય અને નિર્જરા વૃદ્ધિ એક સાથે કરવારૂપ અપૂર્વ માર્ગનું દાન, શ્રી અરિહંત પ્રભુ પહેલ વહેલી વખત જીવને રુચક પ્રદેશનું સર્જન કરતી વખતે અર્થાત્ આત્મપ્રદેશને નિત્યનિગોદમાં શુદ્ધ કરતી વખતે આપે છે. એ વખતનું તેમનું દાન એક પ્રદેશ અથવા અમુક જ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે.
જીવને પોતાને આ માર્ગનું દાન મળ્યું છે તેની પહેલ વહેલી ધૂળ જાણકારી અંતવૃત્તિસ્પર્શ કરતી વખતે આવે છે. તે વખતે શ્રી અરિહંતપ્રભુ એ જીવને એક સમય માટે મિથ્યાત્વના ઉદયથી અને બંધનથી મુક્તિ અપાવે છે. એટલે કે એ આત્મશુદ્ધિ કઈ પરમાર્થિક સિદ્ધિ માટે કાર્યકારી બને છે તેનો લક્ષ જીવને આવવા લાગે છે. આવી આત્મશુદ્ધિ કરવા માટે જીવને કયા માર્ગે સફળતા મળી? કે જે માર્ગે અભવિ આત્માના અભવિ અકામ પુરુષાર્થને ભવિ આત્માના ભવિ સકામ પુરુષાર્થમાં પરિણમાવ્યો?
અંતરવૃત્તિસ્પર્શ કરતી વખતે જીવમાં એક અતિગુપ્ત પ્રક્રિયા થાય છે. એ સમયે જીવના રુચક પ્રદેશો એ જ આકૃતિમાં ગોઠવાઈ જાય છે કે જે આકૃતિમાં એના રુચક પ્રદેશો તે જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળી ઈતર નિગોદમાં આવે તે વખતે ગોઠવાયા હોય. એટલે કે નિત્યનિગોદમાંથી બહાર નીકળતી વખતની અને અંતવૃત્તિસ્પર્શ કરતી વખતની જીવના રુચક પ્રદેશની આકૃતિ સમાન હોય છે. આ રુચક પ્રદેશોને તેની મૂળ આકૃતિમાં લાવવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓ જીવના તે ભાગ પર થર કરે છે. કલ્યાણના પરમાણુઓના