________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આજ્ઞારૂપી તપનું આરાધન કરે છે. એ આરાધન એ સમય માટે હોય તો જ વિકાસ થાય છે, નહિ તો મળેલું નિમિત્ત નિષ્ફળ જાય છે.
આ પ્રમાણે એકેંદ્રિયપણામાં અનંતકાળ ગાળ્યા પછી; વનસ્પતિકાયરૂપે ઉત્તમ આત્માને શાતાનું નિમિત્ત બની, તેમના પ્રબળ શુભભાવને ગ્રહણ કરી, પોતે સૂક્ષ્મ શુભભાવમાં પ્રવર્તી દેહ ત્યાગે છે ત્યારે બેઈન્દ્રિય બની રસના ધારણ કરે છે. જ્યાં સુધી ફરીથી ઉત્તમ આત્માનો આવો યોગ થતો નથી, ત્યાં સુધી તે જીવ બેઈન્દ્રિયપણે જન્મમરણ કર્યા જ કરે છે. ઉત્તમ નિમિત્ત મળતાં, ફરીથી સત્પરુષના યોગે શુભભાવમાં વર્તી આજ્ઞારૂપી ધર્મ અને તપનું આરાધન સૂક્ષ્મતાએ કરી તે જીવ ત્રીજી ઘાણંદ્રિય મેળવે છે. તે જ રીતે પછીથી ચોથી ચક્ષુ ઈન્દ્રિય અને પાંચમી શ્રવણેન્દ્રિય પણ તે જીવ મેળવે છે. આ સ્થિતિ સુધી જીવ અસંજ્ઞી હોવાથી સંપર્કમાં આવેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવના ભાવાનુસાર શુભાશુભભાવ કરી ચડઊતર કર્યા કરે છે અને જન્મમરણાદિ અનંત દુ:ખો ભોગવ્યાં કરે છે.
પરવશપણે આવાં દુઃખો ભોગવતાં ભોગવતાં જીવ જ્યારે જ્ઞાનીપુરુષના સંપર્કમાં આવે છે ત્યારે તેમના પ્રભાવથી પોતાનો કર્યભાર હળવો કરી સંજ્ઞા મેળવવા ભાગ્યશાળી થાય છે. સંજ્ઞા આવવાથી જીવની વિચારશક્તિ, સારાસાર તોલનશક્તિ, વિવેક આદિ જાગૃત થવા લાગે છે. પોતે જે ભાવ કે લાગણી અનુભવે છે તેનો લક્ષ પણ તેને આવવા માંડે છે. અને એ રીતે જેટલા પ્રમાણમાં તેની સંજ્ઞા ખીલી હોય તેટલા પ્રમાણમાં સ્વતંત્રપણે તે શુભ કે અશુભભાવ કરી શકે છે, અને અન્ય અસંજ્ઞી જીવો પર પોતાના ભાવો પણ લાદતો જાય છે. તેનાં ફળરૂપે પોતે સેવેલા શુભાશુભ ભાવના અનુસંધાનમાં બંધાયેલાં કર્મોને ભોગવવા તે ચડઊતર કરતો રહે છે.
આવી ચડઊતરની પ્રક્રિયાનો વિચાર કરીએ તો સમજાય છે કે ક્રર્માશ્રવ એ સંસારનાં સાતત્યનું મૂળભૂત કારણ છે. અને કર્મનો સંવર કરવો એ આત્મિક શુદ્ધિ મેળવવાનું મૂળભૂત નિમિત્ત છે. સંવરથી જીવ આત્મિક પુરુષાર્થનો કર્તાભોકતા
૯૩