________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ફેલાઈ જાય છે. તેઓ બીજા બે સમયમાં ગણધરજી દ્વારા ખોલાયેલા લોકના પ્રદેશોમાં ધર્મની સર્વોત્કૃષ્ટતા, તેનાં મંગલપણા તેમજ સનાતનપણાનાં બીજ રોપે છે. અને ચોથા સમયમાં લોકના પ્રદેશોને બંધ કરી, બાકીના ચાર સમયમાં આત્માને સંકેલી સમુદ્દાત પૂર્ણ કરે છે.
આ રીતે ધર્મને સનાતન, મંગલ અને સર્વોત્કૃષ્ટ કરવામાં શ્રી તીર્થંકર પ્રભુ તથા ગણધરનો ફાળો અમૂલ્ય છે. નિત્યનિગોદમાં જો તેઓ ધર્મનાં આ બીજની સ્થાપના
કરી શકતા ન હોત તો નિત્યનિગોદમાંના કોઈ જીવ ત્યાંથી બહાર નીકળી શકત જ નહિ, જેને કારણે સિદ્ધભૂમિનું અસ્તિત્વ પણ જોખમાઈ જાત, એટલું જ નહિ પણ ધર્મનું સનાતનપણું અને મંગલપણું પણ ભયમાં આવી પડત.
સર્વશ્રી કેવળીપ્રભુ કલ્યાણભાવથી નિત્યનિગોદમાં ધર્મનાં સનાતનપણાના તથા મંગલપણાના બીજ રોપે છે. અને તેનો સદુપયોગ જે જીવ અપેક્ષાએ આજ્ઞાધીન બની, એક સમય માટે મહાસંવરના માર્ગને આરાધે છે તે જીવ કરી શકે છે, અને તેના આધારથી નિત્યનિગોદમાંથી બહાર નીકળવાની પોતાની પાત્રતા કેળવી શકે છે.
૨. જીવનું નિત્યનિગોદમાંથી ઈતર નિગોદમાં આવવું
આઠ રુચક પ્રદેશની પ્રાપ્તિ થતાં તે જીવ સિધ્ધ થતા પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર નીકળી ઈતર નિગોદમાં આવે છે અને તે એકેંદ્રિયરૂપે પૃથ્વીકાય બની પોતાનું સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. તે સમયે તે જીવ સિદ્ધ થતા આત્માના નિમિત્તથી અપેક્ષાએ શુભભાવ પામે છે, એ પ્રકારે આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનું આચરણ કરી તે મહાસંવરના માર્ગનું આરાધન કરે છે.
૩. ત્રસનાડીની બહાર ફેંકાયેલા જીવોનો પુનઃપ્રવેશ
સંસાર પરિભ્રમણ શરૂ કર્યા પછી જીવને જે જે પ્રકારનાં શુભાશુભ નિમિત્તો મળે છે, તે અનુસાર તે જીવ અસંજ્ઞીપણામાં ચડતી પડતી અનુભવ્યા કરે છે. આમ થતાં થતાં
૯૧