________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
પુદ્ગલનું વાતાવરણ સરખું જ છે, સ્વતંત્રતા પણ નથી, તો અમુક જ વિરલા જીવો શા હેતુથી નિત્યનિગોદમાંથી બહાર નીકળવાની પાત્રતા મેળવે છે? ત્યાં એવું શું થાય છે કે અમુક જીવોને જ નિત્યનિગોદ નિત્ય માટે ત્યાગવાનો અવસર આવે છે?
શ્રી પ્રભુને પ્રાર્થતાં તેમની કૃપાથી સમજણ મળે છે. નિત્યનિગોદમાં લોકના પ્રદેશો તો છે જ. એ પ્રદેશો પર, શ્રી અરિહંત ભગવાને ગણધર પ્રભુનાં નિમંત્રણથી કેવળી સમુદ્દાત વખતે જે સનાતન અને મંગલમય ધર્મનાં બીજનું રોપણ કર્યું હતું, તે ધર્મનાં પરમાણુનું અસ્તિત્વ રહેલું જ હોય છે. આજ્ઞારૂપી ધર્મનાં અને તપનાં બીજ લોકના પ્રદેશો પર રોપવાની શક્તિ માત્ર શ્રી તીર્થંકર પ્રભુમાં અને ગૌણતાએ ગણધરમાં રહેલી છે. આ રોપાયેલા બીજને આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપમાં રૂપાંતરિત કરવાનું કાર્ય શ્રી કેવળીપ્રભુ કેવળી સમુદ્દાત કરતી વખતે કરે છે. જ્યાં સુધી શ્રી કેવળીપ્રભુ સમુદ્દાત કરી બીજને જાગૃત કરી, એમાંથી મંગલમય અને સનાતન ધર્મરસ જન્માવતા નથી, ત્યાં સુધી ધર્મનાં એ રોપાયેલાં બીજ, બીજરૂપે જ રહે છે. કેવળીપ્રભુથી રૂપાંતરિત થયેલો એ ધર્મરસ, શ્રી કેવળીપ્રભુના સાથથી ત્યાં રહેલા જીવના એક પ્રદેશ પર ચીટકે છે, આ પ્રક્રિયા એવા જીવ પર થાય છે કે જેના મિથ્યાત્વની સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની હોવા છતાં તેનું ઈતરનિગોદમાં જવાનું અંતરાય કર્મ, પૂર્વે વર્ણવેલી પ્રક્રિયા અનુસાર નબળું બન્યું હોય. બીજને ખીલવવાની આ પ્રક્રિયા કેવળી સમુદ્દાત કરતા સર્વ તીર્થંકર, ગણધર તથા અન્ય કેવળી પ્રભુ કરતાં રહે છે.
આ ધર્મરૂપી બીજને ખોલવા માટેનો યોગ શ્રી કેવળી પ્રભુને તેમના કેવળી સમુદ્દાત વખતે જ થાય છે. પરંતુ શ્રી તીર્થંકર ભગવંતને આ યોગ તેમનાં દરેક કલ્યાણક વખતે થાય છે. (નામકર્મ બાંધે ત્યારે, તે દેહ ત્યાગતી વખતે, ચરમદેહના ગર્ભપ્રવેશ વખતે, જન્મ વખતે, દીક્ષા વખતે, કેવળજ્ઞાન લે ત્યારે, કેવળી સમુદ્દાત કરે ત્યારે અને સિદ્ધ થાય ત્યારે). એટલે કે શ્રી તીર્થંકર ભગવાનથી આ બીજ ખીલવવાની પ્રક્રિયા કુલ આઠ વખત થાય છે. અને શ્રી ગણધર ભગવાનથી આ પ્રક્રિયા ગણધર નામકર્મ બાંધતી વખતે, દીક્ષા લેતી વખતે, કેવળજ્ઞાન થાય ત્યારે અને કેવળી સમુદ્દાત કરતી વખતે
૮૯