________________
કેવળી પ્રભુનો સાથ
જ્યારે જીવના આઠ પ્રદેશ પર આ અનુભવ થઈ રહે છે ત્યારે તે પછીના અનંતકાળે શ્રી પ્રભુના કેવળી સમુદ્યાત વખતે તે જીવ તેના પહેલા પ્રદેશ પર મિથ્યાત્વ, કષાય, અવિરતિ (સ્વછંદ), અને પ્રમાદથી એક સમય માટે એક સમયના અંતર સુધી ભિન્નતા અનુભવે છે. આ જાતનો અનુભવ તે જીવ અનંતકાળના અંતરે કેવળી સમુદ્યાત વખતે ઉત્તરોત્તર બીજાથી આઠમા પ્રદેશ પર કરે છે. આઠ પ્રદેશ પરના આવા અનુભવ પછી તે જીવ અમુક કાળ ગયા પછી એક પ્રદેશ પર મિથ્યાત્વ અને કષાયથી એક સમય માટે અને એક સમયની દૂરી સુધી ભિન્નતા અનુભવે છે. આ પ્રકારે તે જીવ આઠે પ્રદેશ પર, અનંતકાળના આંતરે કેવળી સમુદ્ધાત વખતે મિથ્યાત્વ તથા કષાયથી ભિન્નતાનો અનુભવ કરે છે. આ અનુભવના અનુસંધાનમાં તે જીવ અનંતકાળના આંતરે આંતરે એક પછી એક એમ આઠે પ્રદેશ પર સ્વચ્છેદ અને પ્રમાદથી ભિન્નતાનો અનુભવ એક સમય માટે અને એક સમયના અંતરે કરે છે. અહીં આપણે એ સ્મૃતિમાં રાખવાનું છે કે અનંતકાળ પહેલાં જીવે યોગથી જે ભિન્નતા અનુભવી હતી તે માત્ર એક જ સમય પૂરતી મર્યાદિત હતી. તેથી જ્યારે તેને મિથ્યાત્વ અને કષાયથી કે સ્વચ્છેદ અને પ્રમાદથી ભિન્નતા થાય છે ત્યારે યોગથી ભિન્નતા હોતી નથી. આમ જ્યારે જીવના આઠ પ્રદેશ પર આ પ્રક્રિયા થઈ રહે છે ત્યારે તે જીવ પોતાના આઠ પ્રદેશને નિરાવરણ કરવા માટે પાત્ર બને છે.
આ યોગ્યતા આવ્યા પછી શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવ અને કલ્યાણકના નિમિત્તથી તે જીવના સાત પ્રદેશ નિરાવરણ થાય છે, અને સિદ્ધ થતા આત્માના નિમિત્તથી તેનો આઠમો પ્રદેશ શુદ્ધ થાય છે. જીવના આઠ પ્રદેશ શુધ્ધ થયા પછી તે નિત્યનિગોદ સદાકાળ માટે ત્યાગી સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે.
નિત્યનિગોદમાં માત્ર સૂક્ષ્મ એકેંદ્રિય જીવો જ રહે છે, ત્યાં બીજા કોઈ પણ પ્રકારના જીવોનું અસ્તિત્વ નથી. ત્યાં સર્વ જીવો સતત જન્મમરણ કરતાં કરતાં દુ:ખી થયા જ કરે છે, તો તે જીવોને છૂટવાનો કે ધર્મનો વિચાર જ ક્યાંથી હોય? ત્યાં જ્ઞાની મહાત્મા કે ધર્મના સંસ્કારની સંભાવના જ ન હોવાથી એવા પરમાણુઓની ખામી સતત વર્તાતી હોય તે સ્વાભાવિક છે. તેથી આપણને સવાલ થાય કે નિત્યનિગોદના સર્વ જીવોને
૮૮