________________
કેવળી પ્રભુનો સાથ
એમ કુલ ચાર વખત થાય છે. આ અપેક્ષાએ શ્રી ગણધરને અડધા તીર્થકર કહેવામાં આવે છે.
ધર્મરૂપી બીજ ખીલ્યા પછી તેનો ધર્મરસ જે જીવનું અંતરાય કર્મ અપેક્ષાએ નબળું થયું હોય તેના એક આત્મપ્રદેશ પર ચીટકે છે. આ પ્રક્રિયા થતાં થતાં જ્યારે એ જીવના એક પ્રદેશ પર ધર્મનાં બીજ એટલી સંખ્યામાં થાય કે જેટલી સંખ્યામાં ક્ષપક શ્રેણિને માંડતા આત્માના સર્વ પ્રદેશ પર શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ રહ્યાં હોય, ત્યારે એ પ્રદેશ શ્રી તીર્થકર ભગવાનનાં કલ્યાણક વખતે શુદ્ધ થાય છે. આ પ્રકારે જ્યારે જીવના આઠ પ્રદેશો શુદ્ધ થાય છે ત્યારે તે નિત્યનિગોદમાંથી નીકળી ઈતર નિગોદમાં આવે છે. આ શુધ્ધ પ્રદેશો રુચક પ્રદેશ તરીકે ઓળખાય છે, અને તે શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણક સાથે સીધો સંબંધ ધરાવે છે.
શ્રી અરિહંત પ્રભુ તથા ગણધરજીની કેવળી સમુદ્યાત વખતની પ્રક્રિયા અન્ય કેવળી ભગવંતના સમુદ્યાત કરતાં અમુક અંશે જુદી પડે છે. શ્રી ગણધર પ્રભુના આત્માએ શ્રી અરિહંત પ્રભુ પાસેથી પ્રેરણા લઈ નામકર્મ બાંધ્યા પછી મહદ્અંશે એવા ભાવ ભાવ્યા હોય છે કે, “આ લોકના સર્વ જીવાત્માઓનું કલ્યાણ ત્વરાથી થાઓ.’ તેમના આ ભાવની પૂર્ણતા તથા પરાકાષ્ટા તેમના કેવળી સમુદ્ધાત વખતે આવે છે. તેમને વર્તતા કલ્યાણના ઉત્કૃષ્ટ ભાવને કારણે શ્રી ગણધર પ્રભુના આત્માના અમુક કેવળીગમ્ય પ્રદેશો ગણધર નામકર્મ બાંધતી વખતે, દીક્ષા લેતી વખતે અને કેવળજ્ઞાન લેતી વખતે આખા લોકમાં ફરી વળે છે. આ પ્રદેશો લોકના છેડા સુધી વિસ્તરે છે. તેથી કેવળી સમુદ્ધાત કરતી વખતે જ્યારે તેમનો આત્મા આખા લોકમાં ફેલાય છે ત્યારે તેમને પૂર્વમાં લોકમાં પ્રસરવાના અનુભવને કારણે માત્ર બે સમય જ લાગે છે, અર્થાતુ અન્ય કેવળીપ્રભુ કરતાં અડધો સમય લાગે છે. પછીના બે સમયમાં તેઓ આખા લોકના પ્રદેશોને ખોલી, તેમાં પોતાનાં કલ્યાણનાં પરમાણુઓ રોપે છે. પછીના ચાર સમયમાં આત્માનો વિસ્તાર સંકેલી દેહમાં આવી જાય છે.
શ્રી તીર્થંકર પ્રભુએ લોકમાં પ્રદેશો ફેલાવવાની પ્રક્રિયા શ્રી ગણધરજી કરતાં બમણી કરી હોવાને કારણે તેમના આત્મપ્રદેશો એક જ સમયમાં આખા લોકમાં
૯૦