________________
કેવળી પ્રભુનો સાથ
કોઈક વખત તે જીવ બળવાન અશુભયોગમાં આવી, એકેંદ્રિયપણમાં જ ત્રસનાડીની બહાર ફેંકાઈ જાય છે. ત્રસનાડીમાં એકેંદ્રિય થી સંજ્ઞી પંચેંદ્રિય જીવો વસે છે, અને તેની બહાર માત્ર સ્થાવર એકેંદ્રિય જીવો જ હોય છે. જે પોતાની શક્તિથી હાલીચાલી શકે તે ત્રસ જીવ ( બે થી પાંચ ઈન્દ્રિય સુધીના) અને એ શક્તિરહિત જીવ તે સ્થાવર જીવ કહેવાય છે.
ત્રસનાડીની બહારના ભાગમાં માત્ર એકેંદ્રિય જીવો જ રહ્યા હોવાથી સામાન્યપણે ત્યાં શુભ નિમિત્તનો અવકાશ જ રહેતો નથી, તેથી તે જીવો અનંત દુઃખ ભોગવતાં ભોગવતાં જન્મ મરણ કરતાં રહી સમય વીતાવે છે. તેવા ઉદયોમાં જ્યારે શ્રી કેવળીપ્રભુ સમુદ્દાત કરે છે ત્યારે ઉદયવશાત્ જે જીવો આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું આચરણ કરે છે તેઓ શ્રી પ્રભુના ફેલાયેલા શુધ્ધ પ્રદેશને ચીટકી ત્રસનાડીમાં પુનઃપ્રવેશ પામે છે. અને ત્યાર પછીથી તેઓ શ્રી તીર્થંકર પ્રભુ, શ્રી કેવળી પ્રભુ, શ્રી પંચ પરમેષ્ટિ ભગવંત કે અન્ય સત્પુરુષોનાં નિમિત પામી આજ્ઞારૂપી ધર્મ અને તપનું અનુસંધાન કરી પોતાની ઈન્દ્રિયો વધારવા ભાગ્યશાળી થાય છે.
૪. ઈન્દ્રિયોની સંજ્ઞીપણા સુધીની વૃદ્ધિ
ત્રસનાડીમાં રહેલા પૃથ્વીકાયરૂપ એકેંદ્રિય જીવો જ્યારે શ્રી સત્પુરુષના ઉત્તમ ભાવના સંપર્કમાં આવે છે, અને તે નિમિત્તના આધારે શુભભાવમાં પ્રવર્તી દેહત્યાગ કરે છે, ત્યારે તે ઉત્તમ નિમિત્તનાં ફળરૂપે તે જીવો પૃથ્વીકાયમાંથી આગળ વધી અપકાયનો દેહ ધારણ કરે છે. તે ગતિમાં જન્મમરણ કરતાં કરતાં અમુક કાળ પછી કર્મ થોડાં વિશેષ હળવાં થાય અને ફરીથી ઉત્તમ આત્માના પ્રબળ શુભભાવોનું નિમિત્ત પામી, શુભભાવમાં રહી દેહ ત્યાગે ત્યારે તે જીવ અપકાયનો ત્યાગ કરી તેજસકાયમાં પ્રવેશ કરે છે. ત્યાં પણ જન્મમરણ કરતાં કરતાં કર્મભાર હળવો થતાં ઉત્તમ આત્માનું પ્રબળ શુભ નિમિત્ત પામી, સૂક્ષ્મતાએ શુભભાવ કેળવી દેહ ત્યાગતાં તે વાયુકાયનો જીવ બને છે. એ જ પ્રમાણે તે વાયુકાય છોડી વનસ્પતિકાયનો જીવ બને છે. આ દરેકે દરેક વિકાસની પ્રક્રિયા વખતે તે ઉત્તમ નિમિત્તનો આધાર લઈ આજ્ઞારૂપી ધર્મ અને
૯૨