________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ઘાતકર્મનું અસ્તિત્વ હોય ત્યાં સુધી પરતંત્ર છે, એટલે કે યોગ એ કર્મ બાંધવા માટેનું કારણ બાકીના ચાર કારણો સાથે, અથવા ચારમાંના કોઈ એક કારણ સાથે પણ બની શકે છે. યોગમાં કર્મ બાંધવાની સ્વતંત્ર શક્તિ ઘાતકર્મ પૂર્ણતાએ ક્ષય થયા પછી જ આવે છે, કારણ કે યોગ સ્વતંત્રતાએ માત્ર અઘાતી કર્મ બાંધે છે, અને તેમાં પણ માત્ર શાતાવેદનીય કર્મ જ બાંધી શકે છે.
બંધનના પાંચ કારણમાંથી માત્ર એક યોગ જ એવું સાધન છે કે જે કર્મ બાંધવાનું અને ભોગવવાનું કારણ બને છે. બીજાં ચાર કારણો માત્ર કર્મ બાંધવાનાં જ કારણ બને છે, પરંતુ કોઈ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે, ભવે કે ભાવે એ કર્મ ભોગવવાનાં કારણ બની શકતાં નથી. ઉપરાંત, કેવળજ્ઞાન થયા પહેલાનાં સર્વ સમયે યોગ અન્ય ચારમાંથી કોઈ એક કે વધારે કારણ સાથે જોડાયેલો હોય છે, અને આ ચાર કારણોને કાર્યાન્વિત થવા માટે યોગનો સાથ અનિવાર્ય બને છે. આટલી પ્રારંભિક સમજણ લીધાં પછી આપણે જીવના વિકાસના પ્રત્યેક પગથિયાંને સમજવાનો પ્રયત્ન કરીએ.
૧. રુચક પ્રદેશની પ્રાપ્તિ કર્મબંધનાં પાંચ કારણો નિત્યનિગોદમાં સર્વ જીવોને નિયમથી ઘુવબંધી છે, એટલે કે દર સમયે આ પાંચ કારણો ગોળારૂપે ભળેલા હોય છે. આ પાંચ કારણોના ધુવબંધીપણાને લીધે જીવ કર્મની સતત ઉત્કૃષ્ટ સંખ્યા જાળવ્યા કરે છે. જ્યારે શ્રી કેવળ પ્રભુ કેવળી સમુદ્ધાત કરે છે ત્યારે સંખ્યાત વિરલા જીવોને માત્ર એક સમય માટે કેવળી પ્રભુના સાથથી માત્ર એક પ્રદેશમાં આ કારણોનું ધ્રુવપણું હલકું થઈ, એક સમય જેટલી જગ્યા (અંતરના એકમ તરીકે) માટે એ ચાર કારણો તથા યોગ છૂટા થાય છે. એ સમય વીતતાં પાછું પાંચેનું જોડાણ થઈ જાય છે. અનંતકાળ પછી આવી પ્રક્રિયા તે જીવના બીજા એક પ્રદેશ પર થાય છે. આમ અનંતકાળ સુધીમાં તે જીવના ત્રીજાથી આઠમા પ્રદેશ સુધી આ પ્રક્રિયા થાય છે. આ રીતે અનંતકાળના આંતરે જીવના જુદા જુદા એક પછી એક આઠ પ્રદેશ પર એક એક સમય માટે યોગનું બીજા ચાર કારણોથી છૂટાપણું વેદાય છે.
૮૭