________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
કર્મને આત્મપ્રવેશ કરવા માટે ક્યાંય જગ્યા રહેતી નથી. મંત્રસ્મરણના સતત રટણના કારણે આત્મપ્રદેશો કલ્યાણભાવના પરમાણુઓથી જ્યારે ઉત્કૃષ્ટતાએ છવાઈ જાય છે ત્યારે એ પ્રદેશો પરથી સર્વ ઘાતી કર્મો ત્વરાથી વિદાય લઈ આત્માને પૂર્ણ શુદ્ધિ બક્ષે છે. હે પરમેષ્ટિ ભગવંત! અમને પ્રમાદરહિત પુરુષાર્થ કરાવી, રક્ષાના આવા છત્રમય કવચના અધિકારી બનાવો કે જેથી અમે પરમેષ્ટિ ભગવંતની પૂર્ણ આજ્ઞામાં રહી, સર્વ પ્રકારે પૂર્ણ બની કલ્યાણનો ઉત્કૃષ્ટતાએ સ્વીકાર કરીએ.
આ પ્રકારે અમારા આત્મા તથા દેહનું સર્વાગી રક્ષણ હે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત! તમારી કૃપાથી થાઓ. અંદરનાં કે બહારનાં કોઈ પણ તત્ત્વ, કોઈ પણ સંજોગમાં અમને પીડા કરવા શક્તિમાન ન થાય તેવી કૃપા કરો. અમે અમારા પૂર્વકૃત તથા વર્તમાનમાં થતા સર્વ દોષોની અત્યંત પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગીએ છીએ, નવા દોષ ન કરીએ એવી કૃપા માંગીએ છીએ. અમને સર્વ પ્રકારના દોષોથી બચાવી શુધ્ધ કરો, શુધ્ધ કરો. અમે આપની તથા ગુરુજીની આજ્ઞાભક્તિ આરાધી અમારાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ અને એકતા વધારતા જઈએ એ જ પ્રાર્થના છે.
હે ઈષ્ટ ભગવંત! અમારે તમારા જેવા સુખી થવું છે. તે માટે સદાકાળ તમારા શરણમાં રહીએ, સતત આજ્ઞારાધનમાં એકાગ્ર બની પૂર્ણ ન થઈએ ત્યાં સુધી પ્રમાદ રહિત પુરુષાર્થ કરતા રહીએ એ માટે આશીર્વાદ માગી, અમારાં મન, વચન, કાયા સહિત આત્મભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ.
ૐ શાંતિઃ
૭૯