________________
કેવળી પ્રભુનો સાથ
૧૪. શુકુલધ્યાનમાં પાંચ મિનિટ સુધી પહોંચતાં. ૧૫. પાંચથી પંદર મિનિટ સુધી શુકુલધ્યાન વધારતાં. ૧૬. પંદરથી વીસ મિનિટ સુધી શુકુલધ્યાનમાં પહોંચતાં. (બોધ સ્વરૂપ થતાં). ૧૭. વીસથી પાંત્રીસ મિનિટનું શુકુલધ્યાન કરતાં. (અમૃતસાગર થતાં). ૧૮. પાંત્રીસથી પીસ્તાલીસ મિનિટ સુધી શુકુલધ્યાનમાં રહેતાં. ૧૯. ક્ષપક શ્રેણિએ ચડી કેવળી પ્રભુ થતાં(૧૩માં ગુણસ્થાને આવતાં). ૨૦. કેવળી સમુદ્ધાતના પહેલા ચાર સમય. ૨૧. કેવળી સમુદ્ધાતના બીજા ચાર સમય. ૨૨. તેરમાથી ચૌદમા ગુણસ્થાને જતાં (અયોગી કેવળી થતાં). ૨૩. કર્મભૂમિ પરથી સિદ્ધભૂમિ પ્રતિનું ગમન એક સમયમાં કરતાં. ૨૪. સિદ્ધભૂમિમાં ચૈતન્યઘનરૂપે આત્મસ્થિતિ કરતાં. ૨૫. સિદ્ધભૂમિમાં આત્માની અક્ષય સ્થિતિ.
મુખ્યત્વે આ પચ્ચીસ પ્રસંગોમાં જીવાત્માએ પૂર્ણ આજ્ઞામાં રહેવું જરૂરી બને છે, અને એ સમયમાં જીવે મહાસંવરનો માર્ગ આરાધી આત્મશુદ્ધિ દ્વારા પરમાર્થિક સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય છે. આ સિવાયના કાળમાં જીવ જો મહાસંવરનો માર્ગ આરાધે છે, તો તેના વિકાસની ઝડપ ખૂબ વધી જાય છે, અને તે નાનાકાળમાં કેવળજ્ઞાન મેળવવા ભાગ્યશાળી બને છે. ક્ષપકશ્રેણિના પ્રારંભથી તો જીવ આ જ માર્ગમાં હોય છે, જે સિદ્ધ થતાં સુધી સચવાય છે. એથી ક્ષપક શ્રેણિએ ચડવા પહેલાના કાળમાં મહાસંવરનો માર્ગ જીવે સપ્રયત્ન આરાધવાનો હોય છે. મહાસંવર માર્ગના આરાધન કાળમાં જીવથી ઘડાતા કલ્યાણનાં પરમાણુઓ અન્ય જીવો માટે ખૂબ ઉપકારી બને છે. પરંતુ, જો આ પ્રસંગોમાં જીવ પૂર્ણ આજ્ઞામાં ન રહેતાં, અપૂર્ણ આજ્ઞાથી ધર્મારાધન કરે છે તો તે જીવનો આત્મવિકાસ મંદતાએ અથવા નહિવત્ થાય છે, જે તેના પ્રમાદના પ્રમાણભાનમાં સંભવે છે.
૮૪