________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
ભક્તિમાર્ગે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનો આધાર લઈ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવા માટે આપણને શ્રી પંચપરમેષ્ટિના કલ્યાણભાવના સ્કંધોનો પૂર્ણ આધાર મળે છે અને આપણું આત્મશુદ્ધિનું ધ્યેય ત્વરાથી અને વિના વિલંબે સફળ થાય છે. આ ધ્યેયને સફળ કરવા આપણે શુધ્ધ હૃદયથી અને ઉત્તમ ભાવથી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને પ્રાથએ –
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાચો પરિચય કરાવનાર, તેમના ઉપકારનું મહાભ્ય સમજાવનાર અને ઉત્તમ ઈષ્ટ ભગવંત રૂપે બિરાજમાન થનાર શ્રી રાજપ્રભુને ખૂબ ભક્તિભાવથી કોટિ કોટિ વંદન હો. ણમો અરિહંતાણં ણમો સિદ્ધાણં ણમો આયરિયાણં
ણમો ઉવન્ઝાયાણં ણમો લોએ સવ્વ સાહૂર્ણ એસો પંચ નમુક્કારો સવ્ય પાવ પણાસણો
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમમ્ હવઈ મંગલમ્
ણમો અરિહંતાણું હે અરિહંત ભગવાન! અમે તમને ખૂબ ભક્તિભાવથી વંદન કરીએ છીએ. તમે સર્વ પ્રકારે નિર્વેરી, પૂર્ણ વીતરાગી અને સર્વ રાગદ્વેષથી રહિત બન્યા છો. અમે આપને અમારા મસ્તકનું રક્ષણ કરવા વિનંતિ કરીએ છીએ. અમારા મસ્તકનું રક્ષણ કરી અમને સદાય કલ્યાણકારી વિચારો જ ઉદ્ભવે એવી કૃપા કરજો. તમારી કૃપાથી આપે વહાવેલા કલ્યાણનાં પરમાણુઓના કંધો પ્રમાદરહિત બની અમે ગ્રહણ કરીએ અને તેના પ્રભાવથી અમારા જ્ઞાન તથા દર્શનનાં આવરણોને ક્ષીણ કરતા જઈ, પૂર્ણ જ્ઞાની તથા દશ થવાનો ઉત્તમ પુરુષાર્થ સતત કરી શકીએ એ જ માગીએ છીએ. જ્યાં સુધી આપના જેવી પૂર્ણતા અમારામાં પ્રગટે નહિ ત્યાં સુધી અમારા પુરુષાર્થમાં શિથિલતા આવે નહિ, કે કોઈ અશુધ્ધ ભાવ પ્રવેશે નહિ કે જેનાં ફળરૂપે અમને જ્ઞાનદર્શનનાં આવરણો બંધાય, તેવી કૃપામાં રાખજો.
૭૫