________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
મળે છે તેનાં ફળરૂપે તેને ગુણોની સાચી પરખ આવે છે. જે પોતાથી ઉચ્ચ છે, તેનો તે સહૃદયતાથી સ્વીકાર કરી શકે છે, અને આવા ઉચ્ચ આત્મા માટે તેને પૂજ્યભાવ અને અહોભાવ વધારે વેદાતો જાય છે. આ રીતે સત્યને સત્યસ્વરૂપે સ્વીકારી, ઉચ્ચને ઉચ્ચરૂપે અનુભવતાં જીવના સ્વચ્છંદ, પ્રમાદ અને માનભાવ ઓગળતા જાય છે, માન તૂટતાં તેનો વિનય જાગે છે, તથા પ્રમાદ છૂટે છે.
જીવમાં વિનયગુણ વિકસે છે ત્યારે તેનામાં કેવાં લક્ષણો અને પરિણામ જોવા મળે છે તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા ‘વિનય-શ્રુત’ નામના અધ્યયનમાં શ્રી સુધર્માસ્વામીએ પોતાના સુશિષ્ય જંબુસ્વામીને શ્રી મહાવીર ભગવાન પાસેથી જાણીને જણાવ્યાં છે. - વિનયી શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન યથાર્થ રીતે કરે છે, તે ગુરુનાં સાનિધ્યમાં રહે છે, તેમના સંકેત તથા મનોભાવને જાણીને તે અનુસાર વર્તન કરે છે. આવા વિનયથી વર્તનાર શિષ્યને ઉત્તમ શીલની પ્રાપ્તિ થાય છે, કારણ કે તે ગુરુ પાસે પ્રશાંત ભાવથી રહે છે, અર્થપૂર્ણ તત્ત્વોને શીખે છે અને નિરર્થક વાતોને ત્વરાથી છોડી દે છે. ગુરુ તેને દોરતા રહે છે, ત્યારે તેમાં શિષ્યને ક્યારેક અણગમતું થાય તો પણ તેનાથી ક્રોધિત ન થતાં તે ક્ષમાની આરાધના કરે છે અને શાંત રહે છે. તે અન્ય કોઈની પણ હાંસી કે મજાક કરતો નથી. વળી તે કોઈ પણ પ્રસંગે આવેશમાં આવી કોઈ પણ અપકર્મ કરતો નથી; ખોટી ચર્ચા કરતો નથી, પરંતુ પોતાનું આરાધનકાર્ય નિયમિતપણે કર્યા કરે છે. ક્યારેક જો કોઈ અપકર્મ કે અભદ્ર કાર્ય તેનાથી થઈ જાય, કે તેનાથી કોઈ ખોટો વ્યવહાર થઈ જાય, તો તેને પોતાના ગુરુ પાસે છુપાવતો નથી, પણ દોષ કબૂલ કરી, તેનો એકરાર કરી તેની ક્ષમા માગે છે. અને જરૂરત હોય તો યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત પણ ગુરુની આજ્ઞાનુસાર ગ્રહણ કરે છે. આચાર્ય જે શિક્ષા આપે તે સહજતાએ તે ધારણ કરે છે. તે વખતે તે એમ વિચારે છે કે ગુરુ મારા કલ્યાણાર્થે આ શિક્ષા આપે છે. એ દ્વારા હું આત્મા પર વિજય કરવા પુરુષાર્થ થાઉં, આત્મવિજેતા જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. દુરાચારથી મારે બંધન અને વધ દ્વારા બીજાથી દમાવું પડે તેના કરતાં હું પોતે જ
૬૫