________________
કેવળી પ્રભુનો સાથ
તેમને અકલ્પનીય લાગ્યો હતો, જેના અનુસંધાનાં આવાં વચનો તેમણે સૌભાગભાઈ માટે લખ્યાં હતાં...
“તમે અમારા માટે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે.” “તમે અમારા અથાગ ઉપકારી છો.” “તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે. તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ?” (આંક ૨૫૯, શ્રાવણ સુદ ૧૧, ૧૯૪૭) “આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે.” (આંક ૨૧૫, ફાગણ સુદ ૮, ૧૯૪૭) “હે શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું; તે અર્થે તને નમસ્કાર હો.” (હા. નો. ૨, પૃ૪૫). (આ વચનો શ્રી રાજચંદ્ર વચનામૃત – અગાસની આવૃત્તિમાંથી લીધાં છે.)
આ અને આવાં વચનોના સંદર્ભને સમજવાથી આપણને સમજાય છે કે કૃપાળુદેવને પોતાનાં મોત, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ તોડવામાં સૌભાગભાઈનો ખૂબ સાથ મળ્યો હતો. કૃપાળુદેવની પ્રજ્ઞા અને શક્તિ તથા પુરુષાર્થ એટલાં બળવાન હતાં કે નાનું નિમિત્ત મળતાં પણ ઘણો ઉઘાડ કરી શકે. તેઓ સં. ૧૯૪૭થી બળવાન પુરુષાર્થથી ઉત્તમ વિકાસ કરતા ગયા, અને પોતાનાં ઉપકારી શ્રી સૌભાગભાઈનું ઋણ ચૂકવવા તેમને સુંદર માર્ગદર્શન આપી આત્મવિકાસ કરાવતા ગયા. પોતાનાં જ્ઞાનના ઉઘાડથી સં. ૧૯૪૭માં તેમણે શ્રી સૌભાગભાઈને લખ્યું હતું કે,
“પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિનાં સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.” (આંક ૨૫૯)
O