________________
કેવળી પ્રભુનો સાથ
પહેલા પ્રકારમાં જીવ વિનયગુણ વધારે છે, તેનાથી ગુરુ પ્રત્યેની તેની ભક્તિ વધે છે, અને તેનો સંસારી મોહ ક્ષીણ થતો જાય છે. મોહના જવાથી તે જ્ઞાનદર્શનનાં આવરણને ઓળખી સમજણ સહિત તોડવા લાગે છે. એટલે કે તે જીવ મોહના અનુસંધાનમાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો તોડે છે. વિનય અને ભક્તિનો સંગમ થતાં પ્રમાદ અને માન પહેલાં જાય છે. અને તે જવાથી જ્ઞાનદર્શનની ખીલવણી અવશ્ય થતી જાય છે; અને તે પણ સહજતાએ ખીલવણી થતી જતી હોય એમ તેને અનુભવાય છે.
બીજા પ્રકારમાં ગુરુના આશ્રયે, તેમની સહાયથી તે જ્ઞાન તથા દર્શનનાં આવરણો તોડે છે, જ્ઞાન અને દર્શનની ખીલવણી કરી, તેનાથી પ્રગટતી જાણકારીનો આધાર લઈ જીવ મોહ તોડવા પ્રયત્ન કરે છે. સમજ હોવા છતાં, જ્ઞાનનો આધાર લેવાથી જીવમાં નવું માન પેદા થાય છે. તેનાં પરિણામે જીવને માન અને મોહનો નાશ કરવામાં વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. જાણકારી આવવાથી તેનું આકર્ષણ થવાથી જીવ માન સાથે અન્ય કષાયો - મોહને પણ આવકારે છે. આથી તેને મોહ તોડતાં અર્થાત્ અંતરંગ શુદ્ધિ વધારતાં પહેલા પ્રકાર કરતાં વધારે સમય લાગે છે.
અહીં જોયું તે પ્રમાણે જીવ વિનયભાવને વધારી, ભક્તિમાર્ગે જાય તો તેને વિશેષ લાભ થાય છે. આ બાબત આપણે શ્રી કૃપાળુદેવ વિશે વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે તેઓ ક્ષાયિક સમકિત મેળવતાં સુધીનો વિકાસ કરવામાં બીજા પ્રકારને અનુસરતા હતા. એટલે કે તેઓ જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો બળવાન ક્ષયોપશમ કરતાં કરતાં, તેનાથી ખીલેલાં જ્ઞાન તથા દર્શનનો આધાર લઈ પોતાનો મોહ તોડતા જતા હતા.
ક્ષાયિક સમકિત લીધા પછી, તેમના આ પ્રકારના માર્ગના આરાધનમાં પરિવર્તન શરૂ થયું હતું. આ અરસામાં તેઓ શ્રી સૌભાગભાઈના ઘનિષ્ટ સંપર્કમાં આવ્યા, અને તેઓ બંને વચ્ચે જોરદાર શુભ ઋણાનુબંધનો ઉદય શરૂ થયો. એ અંગત સંપર્કમાં સૌભાગભાઈના વિનયભાવે તેમના ૫૨ અદ્ભુત કામણ કર્યું. કૃપાળુદેવથી ૪૪ વર્ષ મોટા સૌભાગભાઈનાં હ્રદયમાં કૃપાળુદેવ માટે જે વિનયભાવ, શ્રધ્ધા આદિ
૬૮